ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પૈસા માટે સાસુએ વહુને પરપુરુષ સાથે સંબંધ બાંધવા કર્યું દબાણ, સહન ન થતા યુવતીનો આપઘાત

અમદાવાદનાં(Ahemdabad) અમરાઈવાડી વિસ્તારમાં 3 દિવસ પહેલા 7માં માળેથી ઝંપલાવી યુવતીએ કરેલા આપઘાત કેસમાં પોલીસે યુવતીના સાસરિયાઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં લગ્નનાં એક મહિના બાદથી યુવતીના પતિ અને સાસરિયાઓ દ્વારા નાની નાની બાબતો અંગે મહેણાં-ટોણાં મારી દહેજની માંગ કરી તેમજ યુવતીને ખરાબ ધંધા કરવા માટે દબાણ કરવામાં આવતા યુવતીની સહન ન થતા આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.ઓડિસામાં રહેતàª
08:35 AM Oct 10, 2022 IST | Vipul Pandya
અમદાવાદનાં(Ahemdabad) અમરાઈવાડી વિસ્તારમાં 3 દિવસ પહેલા 7માં માળેથી ઝંપલાવી યુવતીએ કરેલા આપઘાત કેસમાં પોલીસે યુવતીના સાસરિયાઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં લગ્નનાં એક મહિના બાદથી યુવતીના પતિ અને સાસરિયાઓ દ્વારા નાની નાની બાબતો અંગે મહેણાં-ટોણાં મારી દહેજની માંગ કરી તેમજ યુવતીને ખરાબ ધંધા કરવા માટે દબાણ કરવામાં આવતા યુવતીની સહન ન થતા આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.ઓડિસામાં રહેતàª
અમદાવાદનાં(Ahemdabad) અમરાઈવાડી વિસ્તારમાં 3 દિવસ પહેલા 7માં માળેથી ઝંપલાવી યુવતીએ કરેલા આપઘાત કેસમાં પોલીસે યુવતીના સાસરિયાઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં લગ્નનાં એક મહિના બાદથી યુવતીના પતિ અને સાસરિયાઓ દ્વારા નાની નાની બાબતો અંગે મહેણાં-ટોણાં મારી દહેજની માંગ કરી તેમજ યુવતીને ખરાબ ધંધા કરવા માટે દબાણ કરવામાં આવતા યુવતીની સહન ન થતા આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ઓડિસામાં રહેતા રામચંદ્ર બેહેરાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓને સંતાનમાં એક દિકરી અને એક દીકરો છે. તેઓની 20 વર્ષની દિકરી કંગના (નામ બદલેલ છે)ના લગ્ન 17 એપ્રિલ 2022 ના રોજ પંકજ કર નામનાં યુવક સાથે સમાજના રિતરિવાજ મુજબ કરાવ્યા હતા. લગ્ન સમયે તેઓએ દિકરીને સાસરિયાઓના કહ્યા મુજબ 5 સોનાની બંગડી, એક સોનાનો દોરો, વોશીંગ મશીન તેમજ ઘરવખરીનો સામાન આપ્યો હતો.
( આરોપી)
લગ્નના થોડા દિવસો સુધી જમાઈ દિકરી સાથે ઓડિસામાં રહ્યો હતો જોકે પોતે અમદાવાદમાં નોકરી કરતો હોવાથી દિકરીને સાસરીમાં મુકી અમદાવાદ આવી ગયો હતો. થોડા સમય બાદ દિકરીએ માતાને ફોન કરીને કહ્યું હતું કે સાસુ સસરા તેઓની સાથે વાત કરવા માટે પણ ફોન આપતા નથી અને કોઈની પણ સાથે સંબંધ ન રાખવા દબાણ કરે છે. એટલુ જ નહી પતિ સાથે પણ વાત સાસુ સસરાને જાણ કર્યા વિના વાત ન કરવાનું કહીને હેરાન કરાતી હતી.
કંગનાએ માતાને એક દિવસ કહ્યું હતું કે તેની સાસુ મીનતી ઉર્ફે મીના કર તેને બીજા પુરષ સાથે સંબંધ રાખવા બળજબરી કરે છે.  લગ્નના બે મહિના બાદ યુવતીને તાવ આવતા સાસુ સસરાએ દવા પણ ન કરાવી પિયરમાં મોકલી દિધી હતી.જે બાદ કંગનાની માતા તેને સાસરીમાં મુકવા ગયા ત્યારે બન્ને એ બોલાચાલી કરીને તમારે તમારી દિકરી સાથે કોઈ સંબંધ રાખવાનો નહી અને અમે જે કહીશુ તેમ તમારી દિકરીએ કરવુ પડશે તેવી વાત ફરિયાદી સાથે કરી હતી. 
(આપઘાત કરનાર યુવતી અને તેનો પતિ)
લગ્નના પાંચ મહિના બાદ કંગનાના સાસુ સસરા તેને અમદાવાદમાં લઈ આવ્યા હતા. જે બાદ પતિ અને સાસુ સસરા ગાડી લેવા માટે બે લાખ રૂપિયા પિયરમાંથી લાવવા દબાણ કરતા હતા. યુવતીને સાસુ સસરાએ જો તુ તારા પિતાના ઘરેથી બે લાખ રુપિયા નહી લાવે તો તારે અમે જેમ કહીએ તેમ રહેવુ પડશે અને તારે બીજા પુરષ જોડે સંબંધ બનાવીને બે લાખ રૂપિયા અમને કમાવીને આપવા પડશે તેવી ધમકી આપી હતી.  કંગનાની સાસુને પણ બીજા પુરુષ સાથે આડાસંબંધ હોવાથી તે પોતે પણ ફોનમાં બીજા પુરુષ સાથે વાતો કરતા હોવાથી વહુને પણ આવુ કરવા દબાણ કરતા હતા.
કંગનાના સાસુએ તેને પોતાના ફોનમાં પોતાનો કપડા વગરનો ન્યૂડ વિડીયો ( Video)બતાવ્યો હતો અને ફરિયાદીની સાળીને મોકલ્યો હતો. થોડા દિવસ બાદ કંગનાએ માસીને ફોન લઈ આપવાનુ કહેતા માસીએ ફોન લઈ આપવાનું કહેતા માસીએ કંગનાના પતિને ફોન કરી તેને મોબાઈલ લઈ આપવાનું જણાવતા પતિએ ફોન લાવી આપીશ તો પત્નિ મા બાપ સાથે વાતો કરશે તો ઘરમાં ઝઘડા થશે એટલે મોબાઈલ આપતો નથી તેવુ જણાવ્યું હતું.
4 દિવસ પહેલા કંગનાએ માસીને ફોન કરીને આ લોકો મને ફોન લાવી આપતા નથી કે ફોનથી મને વાત પણ કરવા દેતા નથી અને હું જે કઈ વાત કરુ છું તેમની જાણ બહાર કરુ છુ અને હવે મને આ લોકોનો કોઈ ભરોસો નથી. આ લોકો મને મારી નાખશે તેવો મને ડર છે તેવુ કહ્યુ હતું અને સાસુ સસરા અને પતિ દરરોજ ઘરના કામ માટે અને નાની નાની વાતોમાં ત્રાસ આપી 2 લાખની માંગણી કરી ખરાબ ધંધા કરીને પૈસા કમાવી આપ નહીતર તને મારી નાખીશુ તેવુ કહીને ધમકી આપી હતી.
7મી સપ્ટેમ્બરે ફરિયાદી રામચંદ્રને સાળીએ ફોન કરી દિકરી 7મા માળેથી પડી ગઈ છે તેમ કહેતા ફરિયાદી પરિવાર સાથે અમદાવાદ પહોંચ્યા હતા અને અમદાવાદ આવી તેઓને જાણ થઈ હતી કે દિકરીએ સાતમાં માળેથી કુદીને આપઘાત કર્યો છે. જેથી સાસરિયાઓનો ત્રાસ સહન ન થતા તેણે આ પગલું ભર્યું હોવાનું ધ્યાને આવતા આ મામલે અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
Tags :
committedGujaratFirstmother-in-lawRelationship
Next Article