Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મધ્યપ્રદેશનાં પૂર્વ MLA ના પુત્રની Ahmedabad માં ધરપકડ, ગુનો જાણો ચોંકી જશો!

આરોપીનાં પિતા 20 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં ધારાસભ્ય હતા.
મધ્યપ્રદેશનાં પૂર્વ mla ના પુત્રની ahmedabad માં ધરપકડ  ગુનો જાણો ચોંકી જશો
Advertisement
  1. મધ્યપ્રદેશનાં પૂર્વ MLA ના પુત્રની Ahmedabad માં ધરપકડ
  2. પ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવતની ધરપકડ
  3. ઘાટલોડિયા પોલીસે પૂર્વ MLA નાં પુત્રની ધરપકડ કરી

અમદાવાદની (Ahmedabad) ઘાટલોડિયા પોલીસે મધ્યપ્રદેશનાં પૂર્વ MLA ના પુત્રની ધરપકડ કરી છે. જો કે, ધરપકડ પાછળનું કારણ જાણી તમે ચોંકી જશો. ધારાસભ્યનાં પુત્રની ચેઇન સ્નેચિંગનાં (Chain Snatching) ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી પ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવતનાં પિતા 20 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં ધારાસભ્ય હતા. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Amreli Letterkand : જેલ મુક્તિ બાદ ત્રણેય આરોપી DG ઓફિસ પહોંચ્યા, કરી આ માગ

Advertisement

ચેઇન સ્નેચિંગનાં ગુનામાં પૂર્વ MLA ના પુત્રની ધરપકડ

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાટલોડિયા પોલીસે (Ghatlodia Police) ચેઇન સ્નેચિંગનાં ગુનામાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તેનું નામ પ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવત છે અને તે મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) પૂર્વ ધારાસભ્યનો દીકરો છે. પ્રદ્યુમનસિંહનાં પિતા 20 વર્ષ પહેલા મધ્યપ્રદેશમાં ધારાસભ્ય હતા. પોતે ઘરથી કંટાળીને અમદાવાદ આવ્યો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરીને થલતેજમાં ભાડાનાં મકાનમાં રહે છે. આરોપીએ ગુરુકુળ વિસ્તારમાંથી ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - રાજ્યનાં નવા મુખ્ય સચિવ તરીકે Pankaj Joshi એ સંભાળ્યો ચાર્જ, કહ્યું- ગુજરાત દરેક ક્ષેત્રમાં..!

અમદાવાદમાં વધતા ટ્રાફિકને લઈને સંયુક્ત ડ્રાઈવ

અમદાવાદમાં (Ahmedabad) વધતા ટ્રાફિકને લઈ સંયુક્ત ડ્રાઇવ યોજાઈ હતી. AMC અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજી હતી, જે હેઠળ આડેધડ પાર્કિંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, પ્રભાતચોક વિસ્તારમાં આડેધડ પાર્કિંગની સમસ્યા અવારનવાર હોવાથી ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી, જે હેઠળ આડેધડ પાર્કિંગ કરનાર વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો - Ahmedabad : દૂધ સાગર ડેરી બોનસ કેસમાં આરોપી વિપુલ ચૌધરી સહિત 3 સામે ચાર્જફ્રેમ

Tags :
Advertisement

.

×