Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

અમદાવાદના યુવાધનમાં Gabapentin નો ખતરનાક ટ્રેન્ડ, 10 રૂપિયાની દવા બની ‘સસ્તો' નશો

Gabapentin Trend in Ahmedabad: અમદાવાદના યુવાધનમાં 'ગાબાપેન્ટિન' દવાનો સસ્તો નશો જીવલેણ બની રહ્યો છે. માત્ર 10 રૂપિયામાં મળતી આ ગોળીનો યુવાનો સોફ્ટ ડ્રિંક્સમાં ભેળવીને ઓવરડોઝ લઈ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ દવા મેળવવા માટે AI દ્વારા નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવવામાં આવે છે. નિષ્ણાતોના મતે, આ જોખમી લત હૃદય અને શ્વાસની પ્રક્રિયા થંભાવી સીધું મોતને આમંત્રણ આપી શકે છે.
અમદાવાદના યુવાધનમાં gabapentin નો ખતરનાક ટ્રેન્ડ  10 રૂપિયાની દવા બની ‘સસ્તો  નશો
Advertisement
  • માત્ર 10 રૂપિયાની ટેબલેટનો નશા તરીકે દૂરુપયોગ
  • કમરના દુઃખાવાની ગાબાપેન્ટિન દવાનો નશા તરીકે ઉપયોગ
  • અમદાવાદના યુવાનો ગાબાપેન્ટિન દવાથી નશાના રવાડે
  • સ્પિરીટમાં ગાબાપેન્ટિન નાખી નશો કરતા હોવાનો ખુલાસો
  • ન્યૂરોપેથિક અને સાયાટિકા પેઈન માટે લેવાય છે દવા
  • PG અને કેફે કલ્ચરમાં રહેતા યુવાનોમાં સસ્તા નશાનું ચલણ
  • AIથી નકલી પ્રિસ્ક્રિપ્શન બનાવી દવાની ખરીદીનો ખુલાસો

Gabapentin : અમદાવાદ શહેરમાં નશાના કારોબારીઓ અને વિકૃત માનસિકતા ધરાવતા યુવાનો હવે એક નવા અને અત્યંત જોખમી ‘સસ્તા નશા’ તરફ વળ્યા છે. ગુજરાત ફર્સ્ટએ પર્દાફાશ કર્યો છે કે ન્યૂરોપેથિક પેઈન અને સાયાટિકા જેવા ગંભીર દુખાવા માટે વપરાતી ગાબાપેન્ટિન (Gabapentin) નામની ટેબલેટનો હવે નશા તરીકે દુરુપયોગ થઈ રહ્યો છે. માત્ર 10 રૂપિયામાં મળતી આ દવા હવે અમદાવાદના પીજી (PG) અને કેફે કલ્ચરમાં જીવલેણ ઝેર બનીને પ્રસરી રહી છે.

Gabapentin સોફ્ટ ડ્રિંક્સમાં ભેળવીને લેવાય છે હાઈ-ડોઝ

ચોંકાવનારી વિગત એ છે કે, જેન ઝી (GenZ) પેઢીના યુવાનો સ્પિરીટ અથવા ઠંડા પીણાં (Cold Drink) માં આ ગોળીઓ ઓગાળીને તેનો નશો કરી રહ્યા છે. સામાન્ય રીતે ડોક્ટરો આ દવા રાત્રે લેવાની સલાહ આપે છે કારણ કે તેનાથી ચક્કર આવવાની શક્યતા રહે છે. જ્યાં દર્દીને 75mg ના ડોઝથી પણ અસર થાય છે, ત્યાં યુવાનો નશો કરવા માટે 300 થી 400mg જેવો ઓવરડોઝ લઈ રહ્યા છે, જે સીધું હૃદય (Heart) અને શ્વાસની પ્રક્રિયા પર હુમલો કરે છે.

Advertisement

Gabapentin ના નકલી પ્રિસ્ક્રિપ્શન માટે કરાય છે AI નો દુરુપયોગ

આ ગોળીઓ મેળવવા માટે યુવાનો હવે ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી ડોક્ટરોના નકલી પ્રિસ્ક્રિપ્શન (Fake Prescription) તૈયાર કરી મેડિકલ સ્ટોર્સ પરથી દવા (Medicin) ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો છે. સિંધુભવન રોડ, એસ.પી. રિંગ રોડ, ઝુંડાલ સર્કલ અને થલતેજ જેવા પોશ વિસ્તારોના કેફે (Cafe) અને કોમર્શિયલ ઝોનમાં સાંજ પડતા જ યુવાધનમાં આ ‘લો-કોસ્ટ હાઈ’ નશાનું ચલણ ચિંતાજનક હદે જોવા મળી રહ્યું છે.

Advertisement

નિષ્ણાતોની ચેતવણી: આ નશો નહીં, મોતનું આમંત્રણ છે

તબીબોના જણાવ્યા અનુસાર, ગાબાપેન્ટિન (Gabapentin) નો દારૂ સાથેનો ઉપયોગ શ્વાસની પ્રક્રિયા ધીમી પાડી શકે છે, જે તાત્કાલિક મૃત્યુનું કારણ બની શકે છે. આ દવાના સેવનથી કેટલીક શારીરિક આડ અસરો પણ થઇ શકે છે. જેમ કે અચાનક બ્લડ પ્રેશર ઘટી જવું, હૃદયના ધબકારા વધવા અને બેભાન થઈ જવું, આંખે ઝાંખપ આવવી અથવા એક વસ્તુ બે દેખાવી (Double Vision). કિડનીની સમસ્યાવાળા લોકો સીધા કોમામાં જઈ શકે છે.

કડક કાર્યવાહીની માંગ

ગાબાપેન્ટિન હાલમાં નાર્કોટિક્સ શિડ્યૂલમાં સામેલ નથી, જેનો ફાયદો ઉઠાવીને તેનું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ નિષ્ણાતો અને જાગૃત નાગરિકો હવે માગ કરી રહ્યા છે કે નકલી પ્રિસ્ક્રિપ્શન અને આ દવાના વેચાણ પર કડક મોનિટરિંગ રાખવામાં આવે. જો સમયસર વાલીઓ અને તંત્ર નહીં જાગે, તો સસ્તા નશાની આ લત યુવા પેઢીના ભવિષ્યને અંધકારમાં ધકેલી દેશે.

આ પણ વાંચો:  Anti-Drug Campaign : ₹3,727 કરોડનું ડ્રગ્સ જપ્ત, માફિયાઓની મિલકતો પર ફરી વળ્યું 'દાદાનું બુલડોઝર'

Tags :
Advertisement

.

×