Ganesh Chaturthi 2025 : ગુજરાત ફર્સ્ટની ઓફિસ પરિસરમાં ગણપતિ બાપાનું ભવ્ય આગમન
- ગુજરાત ફર્સ્ટની ઓફિસ પરિસરમાં ગણપતિ બાપાનું આગમન (Ganesh Chaturthi 2025)
- પરિસરમાં ધામધૂમપૂર્વક ગણપતિ બાપાને લાવવામાં આવ્યા
- ગુજરાત ફર્સ્ટના ચેરમેન મુકેશભાઈ પટેલ અને MD જાસ્મિનભાઈ પટેલ દ્વારા દાદાની સ્થાપના કરાઈ
- ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ એ દાદાની પૂજા કરી આરતી ઉતારી
- ઢોલ નગારા અને 'ગણપતિ બાપ્પા મોરિયા' ના નાદ સાથે સ્વાગત કરાયું
Ganesh Chaturthi 2025 : ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ગણેશ ચતુર્થીની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલની (Gujarat first News) ઓફિસ ખાતે પણ ગણેશોત્સવ ઊજવાઈ રહ્યો છે. ગુજરાત ફર્સ્ટની ઓફિસ પરિસરમાં ધામધૂમપૂર્વક ગણપતિ બાપાને લાવવામાં આવ્યા છે. ગુજરાત ફર્સ્ટના ચેરમેન મુકેશભાઈ પટેલ (Chairman Mukeshbhai Patel) અને MD જાસ્મિનભાઈ પટેલ (MD Jasminbhai Patel) દ્વારા દાદાની સ્થાપના કરવામાં આવી. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivekkumar Bhatt) એ પણ દાદાની પૂજા કરી આરતી ઉતારી હતી. ઢોલ નગારા અને 'ગણપતિ બાપ્પા મોરિયા' ના નાદ સાથે શ્રીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
આ પણ વાંચો - Mehsana : ભાદરવી પૂનમે શક્તિપીઠ બહુચરાજી જવાનો છો ? તો વાંચી લો આ મહત્ત્વનાં સમાચાર
ગુજરાત ફર્સ્ટની ઓફિસ પરિસરમાં ગણપતિ બાપાનું આગમન
ગુજરાત ફર્સ્ટની ઓફિસ પરિસરમાં (Gujarat first News) જ્યારે ગણપતિ દાદાનું આગમન થયું ત્યારે 'ગણપતિ બાપ્પા મોરિયા' ના જયઘોષ સાથે સંપૂર્ણ પરિસર ગૂંજી ઉઠ્યું હતું. વિઘ્નહર્તા બાપ્પાના આગમન સાથે સમગ્ર ઓફિસ પરિસર ભક્તિભાવથી ઝળહળી ઉઠ્યું હતું. ઢોલ-નગારાં, ફૂલોની સુગંધ અને રંગોળીની સજાવટ વચ્ચે ગુજરાત ફર્સ્ટનાં પરિવારે ભવ્ય રીતે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. ધાર્મિકવિધિ અને મંત્રોચ્ચાર સાથે ચેરમેન મુકેશભાઈ પટેલ અને એમડી જાસ્મિનભાઈ પટેલે ગણપતિ બાપાની પ્રતિમા સ્થાપિત કરી બાપ્પાની આરતી ઉતારી હતી. આ શુભ અવસરે વાતાવરણ પાવનતાથી છવાઈ ગયું હતું.
આ પણ વાંચો - Sabarkantha : હિંમતનગર સહિત ઠેર-ઠેર Ganesh Chaturthi ની ઉજવણી, શોભાયાત્રા નીકળી
સૌના જીવનમાંથી વિઘ્નો દૂર થાય તેવી ગુજરાત ફર્સ્ટ પરિવારે પ્રાર્થના કરી
ગુજરાત ફર્સ્ટનાં ભાવિ ભક્તો અને કર્મચારીઓએ શ્રદ્ધાભાવથી આરતી ઉતારી અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ ના નાદ વચ્ચે સૌએ આનંદની પળોને વહેંચી હતી. બાપ્પાના આગમનથી કર્મચારીઓમાં ઉત્સાહનો નવો જુસ્સો ઉમટી પડ્યો હતો. ગણેશ ચતુર્થીનાં (Ganesh Chaturthi 2025) આ પાવન પ્રસંગે ગુજરાત ફર્સ્ટ પરિવારે વિઘ્નહર્તાને પ્રાર્થના કરી કે સૌના જીવનમાંથી વિઘ્નો દૂર થાય અને નવા આશીર્વાદ સાથે આગળ વધવાનો માર્ગ પ્રાપ્ત થાય.
આ પણ વાંચો - ગોંડલમાં Ganesh Chaturthi, શ્રીજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, 11 દિવસ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે