Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Godhra Kand : સાબરમતી એક્સ. સળગાવવાનાં કેસમાં 9 પો. કર્મીઓની છટણી અંગે HC નો મોટો નિર્ણય

હાઈકોર્ટે કહ્યું કે, સાબરમતી એક્સપ્રેસ ઘટના વખતે પોલીસકર્મીઓ પોતાની ફરજમાંથી વિમુખ રહ્યા હતા.
godhra kand   સાબરમતી એક્સ  સળગાવવાનાં કેસમાં 9 પો  કર્મીઓની છટણી અંગે hc નો મોટો નિર્ણય
Advertisement
  1. વર્ષ 2002 સાબરમતી એક્સપ્રેસ સળગાવવાનો કેસ (Godhra Kand)
  2. 9 પોલીસકર્મીઓની છટણીને હાઈકોર્ટે બહાલી આપી
  3. ઘટના વખતે પોલીસકર્મીઓ ફરજથી વિમુખ રહ્યા : હાઇકોર્ટ
  4. ફરજ મુજબ પેટ્રોલિંગ ન કરી, શાંતિ એક્સપ્રેસ પકડી : હાઇકોર્ટ
  5. શિસ્તબદ્ધ સેવામાં ફરજ વિમુખતા સહન ન કરી શકાય : HC

Godhra Kand : વર્ષ 2002 માં સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express) સળગાવવા કેસ મામલે હાઈકોર્ટેને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ગોધરા ઘટનાનાં (Godhra Kand) દિવસે ફરજ મૂકી ટ્રેન છોડનારા 9 પોલીસકર્મીઓની છટણીને કોર્ટે બહાલી આપી છે. હાઈકોર્ટે કહ્યું કે, સાબરમતી એક્સપ્રેસ ઘટના વખતે પોલીસકર્મીઓ પોતાની ફરજમાંથી વિમુખ રહ્યા હતા. આવા રેલવે પોલીસકર્મીઓની (Railway Police) છટણી યોગ્ય છે.

આ પણ વાંચો - Gujarat High Court : વધુ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો, આરોપીને પાસપોર્ટ આપવાનો HC નો આદેશ

Advertisement

ઘટના વખતે પોલીસકર્મીઓ ફરજથી વિમુખ રહ્યા : હાઇકોર્ટ

સમગ્ર દેશને હચમચાવી દેનારા એવા વર્ષ 2002 માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન (Sabarmati Express) સળગાવવાનાં કેસમાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) મહત્ત્વનો નિર્ણય કર્યો છે. માહિતી અનુસાર, કોર્ટે ગોધરા ઘટનાનાં (Godhra Kand) દિવસે પોતાની ફરજ મૂકીને ટ્રેન છોડનારા 9 પોલીસકર્મીઓની છટણીને બહાલી આપી છે. કોર્ટે જણાવ્યું કે, સાબરમતી એક્સપ્રેસ ઘટના વખતે પોલીસકર્મીઓ પોતાની ફરજમાંથી વિમુખ રહ્યા હતા. આવા રેલવે પોલીસકર્મીઓની છટણી યોગ્ય છે. પોલીસકર્મીઓએ ફરજ મુજબ સાબરમતી એક્સપ્રેસમાં પેટ્રોલિંગ ના કરીને શાંતિ એક્સપ્રેસ (Shanti Express) પકડી હતી.

Advertisement

આ પણ વાંચો - Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટને મળ્યા નવા 7 ન્યાયાધીશ, જાણો નામ

'પોલીસફોર્સ જેવી શિસ્તબદ્ધ સેવાઓમાં ફરજ વિમુખતા સહન કરી શકાય નહીં'

માહિતી અનુસાર, આ 9 પોલીસકર્મીઓએ દાહોદ રેલવે સ્ટેશન (Dahod Railway Station) પર ખોટી નોંધ કરી હતી કે તેઓ સાબરમતી એક્સપ્રેસમાં હતા. જો કે, હકીકત સામે આવતા તંત્રે તેમને ફરજ વિમુખ, બેફામ અને ઘોર બેદરકારી દાખવવા બદલ છટણીનો આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, આ પ્રકારના પગલાં યોગ્ય હતા, જે શિસ્ત માટે જરૂરી છે. પોલીસફોર્સ (Gujarat Railway Police) જેવી શિસ્તબદ્ધ સેવાઓમાં ફરજમાંથી વિમુખતા સહન કરી શકાય નહીં. ટ્રેન જેવી સંવેદનશીલ જગ્યાએ ફરજદાર લોકો છૂટથી ચાલશે તો ભવિષ્યમાં આવી ઘટના નિવારવી મુશ્કેલ બનશે.

આ પણ વાંચો - Gujarat High Court : ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો આટલા વર્ષ માટે પાસપોર્ટ રિન્યુઅલ થઈ શકશે!

Tags :
Advertisement

.

×