
સોના ચાંદીના
ભાવને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા વિરામ બાદ સોના- ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી છે સોનાના ભાવમાં 2 હજાર રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં 4 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે સોનાનો ભાવ 51, 900 એ પહોંચ્યો જ્યારે ચાંદીનો ભાવ 66 હજારે પહોંચ્યો છે. જો કે, હજુ પણ
સોના-ચાંદીના ભાવ વધે તેવી શક્યતા જણાઈ રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બજારમાં
સોનાની કિંમત વિતેલા દિવસોની તુલનામાં વધી છે.
ભાવ વધવાના કારણો
- આંતરાષ્ટ્રીય સ્તરે બજારમાં ભાવ વધ્યા
- સ્થાનિક બજારમાં રૂપિયો નબળો પડ્યો
- ક્રિપ્ટો કરન્સીના ભાવ ગગડ્યા
- યુક્રેન અને રસિયાની તંગદિલીના માહોલની અસર
- લોકો સોનાના રોકાણ પર રાખી રહ્યા છે વધુ વિશ્વાસ
- શેર બજાર અસ્થિર હોવાનું પણ કારણ
છેલ્લા 6 મહિનાના મહત્તમ ભાવ
- ઓગસ્ટ 2021 – 48,900
- સપ્ટેમ્બર 2021 – 48,950
- ઓક્ટોબર 2021 – 49,700
- નવેમ્બર 2021 – 51,000
- ડિસેમ્બર 2021 – 50,200
- જાન્યુઆરી 2022 – 50,000