Ahmedabad Metro ટ્રેનનાં મુસાફરો માટે આવ્યા ખુશીનાં સમાચાર, આ સમસ્યાનો આખરે આવ્યો અંત!
- Ahmedabad Metro નાં મુસાફરો માટે મહત્ત્વનાં સમાચાર
- હવે ટિકિટ માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી
- GMRC એ લોન્ચ કરી મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન
અમદાવાદ મેટ્રો ટ્રેનમાં (Ahmedabad Metro Train) દૈનિક ધોરણે હજારોની સંખ્યામાં મુસાફરો યાત્રા કરે છે. અમદાવાદ મેટ્રો હવે શહેરની નવી ઓળખ બની છે. મુસાફરોની સુવિધા વધારવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમયાનુસાર મહત્ત્વનાં નિર્ણય લઈ ફેરફાર કરવામાં આવે છે. ત્યારે હવે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો - Banaskantha : કેન્દ્રીય મંત્રી Nitin Gadkari સાથે MP ગેનીબેન ઠાકોરની મુલાકાત, કરી આ રજૂઆત
GMRC એ લોન્ચ કરી મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન
અમદાવાદ મેટ્રો ટ્રેનમાં (Ahmedabad Metro Train) યાત્રા કરતા મુસાફરોને હવે ટિકિટ માટે લાંબી લાઇનમાં ઊભું રહેવું નહીં પડે. કારણ કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આજે એટલે કે 18 ડિસેમ્બર, 2024 નાં રોજ મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન 'Ahmedabad Metro (Official)' લોન્ચ કરવામાં આવી છે. આ એપનો ઉપયોગ કરીને મુસાફરો હવે પોતાનાં મોબાઇલ થકી મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકશે. ટિકિટ માટેની ચુકવણી ડેબિટ/ ક્રેડિટ કાર્ડ તેમ જ UPI મારફતે કરી શકાશે.
આ પણ વાંચો - VADODARA : રાત્રે ખેતરમાં પાણી છોડ્યા બાદ મગર સળવળ્યો, ટોર્ચના સહારે રેસ્ક્યૂ
એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે Google Play Store પર ઉપલબ્ધ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનાં જણાવ્યા અનુસાર, આ એપ્લિકેશન એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર ઉપલબ્ધ છે, અને તારીખ 23/12/2024 થી તે iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થઈ જશે. નોંધનીય છે કે, અત્યાર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ ફરજિયાત પણે સ્ટેશન પર જઈને ટિકિટની ખરીદી કરવી પડતી હતી. પરંતુ, હવે આ ટિકિટિંગ એપનાં માધ્યમથી મુસાફરો પોતાનાં મોબાઇલ થકી ગમે ત્યાંથી આંગળીના ટેરવે સરળતાથી ટિકિટ બુક કરી શકશે.
આ પણ વાંચો - Ahmedabad : PMJAY યોજનાનાં બનાવટી કાર્ડનાં કૌભાંડમાં 6 આરોપીના રિમાન્ડ મંજૂર