Green Gujarat Green Ahmedabad : વસ્ત્રાપુરની સોસાયટીમાં વૃક્ષારોપણ, છાયાદાર-ઔષધિય વૃક્ષો રોપાયા
- ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા "Green Gujarat Green Ahmedabad" અભિયાન
- વસ્ત્રાપુરની સોસાયટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, 10 વૃક્ષનું વાવેતર કરાયું
- ગોયલ પાર્ક રો-હાઉસ સોસાયટીની મહિલાઓ, બાળકો, રહીશો અભિયાનમાં જોડાયા
- રહીશો પાસે 'આ વૃક્ષોનું જતન કરવામાં આવશે' એવા શપથ લેવડાવાયા
અમદાવાદ શહેરમાં પર્યાવરણ સંરક્ષણ સુવિચાર સાથે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ (Gujarat First) દ્વારા "ગ્રીન ગુજરાત ગ્રીન અમદાવાદ" (Green Gujarat Green Ahmedabad) અભિયાન અંતર્ગત એક મહત્ત્વપૂર્ણ પગલુ લેવાયું. શહેરની પ્રતિષ્ઠિત ગોયલ પાર્ક રો-હાઉસ સોસાયટી ખાતે એક વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહેનો, યુવાનો અને બાળકોએ સામૂહિક રીતે 10 થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું.
આ પણ વાંચો - Gandhinagar : ગુજરાત બનશે ગ્લોબલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ, CM ભૂપેન્દ્ર પટેલે જાહેર કરી નવી પોલિસી
લીમડો, ગુલમહોર, રાયણ, પીપળો જેવા વૃક્ષો વાવવામાં આવ્યા
આ પ્રસંગે વિવિધ જાતિનાં છાયાદાર અને ઔષધિય વૃક્ષો જેવા કે લીમડો, ગુલમહોર, રાયણ, પીપળો જેવા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. દરેક, વૃક્ષમાં પ્રકૃતિ અને માનવજાત માટેની આશાનું બીજ રોપાયું હોય તેવી ભાવના ધરાવતી સ્થાનિક મહિલાઓએ સજાગતાથી ભાગ લીધો હતો. આ અભિયાનમાં બાળકો પણ જોડાયા, જેથી આવનાર પેઢી પણ પર્યાવરણ બચાવવા અભિયાનથી સભાન અને જાગૃત થાય.
આ પણ વાંચો - Gram Panchayat Election : ક્યાંક ચૂંટણીનો બહિષ્કાર તો ક્યાંક ઘોર બેદરકારીથી મતદારોમાં રોષ
સ્થાનિક રહીશો માટે "વૃક્ષ મિત્ર" ની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી
સોસાયટીની બહેનોનું ઉત્ત્સાહપૂર્વક સહભાગિત્વ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સુરક્ષાનાં સંયુક્ત સંદેશને મજબૂતી આપી હતી. બાળકો દ્વારા પણ વૃક્ષો વાવવાનો સંદેશ– દેશ માટે ફરજ બાદ પર્યાવરણ માટે ફરજ, દરેક વૃક્ષને જાળવવા માટે સ્થાનિક રહીશો માટે "વૃક્ષ મિત્ર" ની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી હતી. શપથ લેવાયા હતા કે આ વૃક્ષોનું જતન કરવામાં આવશે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા જાહેર કરાયું કે “ગૃહ-સ્તરે આરંભાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમો સંપૂર્ણ અમદાવાદમાં વિસ્તૃત કરવામાં આવશે” અને ભવિષ્યમાં પણ વિવિધ વિસ્તારોમાં આવી જ હરિયાળી લાવતી પ્રવૃત્તિઓનું આયોજન કરાશે.
આ પણ વાંચો - Gujarat Congress : શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂક બાદ કોંગ્રેસની PC, નેતાઓ કહી આ વાત