Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Growth of Gujarat : ગુજરાત ફર્સ્ટની કોન્કલેવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના વિકાસનો રોડમેપ રજૂ કર્યો

રોકેટ ગતિએ થયેલા ગુજરાતની વિકાસની ઝાંખી કરાવતો કાર્યક્રમ એટલે 'શ્રી સિદ્ધી ગ્રુપ' અને 'Gujarat First' ની સૌથી મોટી કોન્ક્લેવ ગ્રોથ ઓફ ગુજરાત. વાંચો વિગતવાર
growth of gujarat   ગુજરાત ફર્સ્ટની કોન્કલેવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના વિકાસનો રોડમેપ રજૂ કર્યો
Advertisement
  • CM Bhupendra Patel એ ગુજરાતના વિકાસનો રોડમેપ રજૂ કર્યો
  • ગુજરાતના વિકાસના બે મુખ્ય પિલર છે અર્નિંગ વેલ અને લીવિંગ વેલ
  • નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2001 બાદ ગુજરાતનો વિકાસ ઝડપથી થયો છે

Growth of Gujarat : દેશમાં વિકાસના ગુજરાત મોડલની ખૂબ ચર્ચા થાય છે કારણ કે, ગુજરાત એ દેશના વિકાસનું એન્જિન છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ (PM Narendra Modi) અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ (CM Bhupendra Patel) એમ ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. રોકેટ ગતિએ થયેલા ગુજરાતની વિકાસની ઝાંખી કરાવતો કાર્યક્રમ એટલે 'શ્રી સિદ્ધી ગ્રુપ' અને 'Gujarat First' ની સૌથી મોટી કોન્ક્લેવ ગ્રોથ ઓફ ગુજરાત. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી હોંશભેર ઉપસ્થિત રહ્યા અને ગુજરાતના વિકાસનો રોડમેપ રજૂ કર્યો.

ગુજરાત ફર્સ્ટની ટેગલાઈન અને વડાપ્રધાને આપેલ મંત્રને સાંકળતા મુખ્યમંત્રી

ગુજરાતની વિકાસની ઝાંખી કરાવતો કાર્યક્રમ એટલે 'શ્રી સિદ્ધી ગ્રુપ' અને 'Gujarat First' ની સૌથી મોટી કોન્ક્લેવ ગ્રોથ ઓફ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) એ જણાવ્યું કે, શા માટે શાળામાં 45 મિનિટનો પીરિયડ રાખવામાં આવે છે ? તેમણે જણાવ્યું કે, 45 મિનિટથી વધુ કોન્સન્ટ્રેશન શક્ય નથી આ સાયન્સને લીધે જ શાળા-કોલેજોમાં અભ્યાસ માટે 45 મિનિટનો પીરિયડ રાખવામાં આવે છે. ત્યારબાદ તેમણે ગુજરાત ફર્સ્ટની ટેગલાઈન 'તમારી સાથે, તમારી માટે'નો ઉલ્લેખ કર્યો અને તેને વડાપ્રધાને આપેલ સૂત્ર સૌનો સાથે, સૌના વિકાસ સાથે સાંકળ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના વિકાસના પાયામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન અને કમિટમેન્ટ રહેલ છે. વડાપ્રધાન મોદી (PM Narendra Modi) ની વિઝનરી લીડરશીપમાં ગુજરાત સતત અઢી દાયકાથી વિકાસના નવા સીમાચિન્હો સર કરીને ગ્રોથ એન્જિન બન્યું છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Advertisement

વર્ષ 2001 પછી ગુજરાતનો જબરદસ્ત વિકાસ થયો છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

'Gujarat First' ની સૌથી મોટી કોન્ક્લેવ ગ્રોથ ઓફ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર સુધી તેના વિકાસને 2 તબક્કામાં જોવામાં આવે તો ખ્યાલ આવશે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) ના નેતૃત્વ અને માર્ગદર્શનમાં કેવો વિકાસ થયો છે. વર્ષ 2001 પહેલા અને 2001 પછી ગુજરાતે કરેલ વિકાસમાં આસમાન જમીનનો ફરક છે. 2001 પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના નાગરિકોને પાણી, લાઈટ અને રોડ-રસ્તાની સુચારુ સગવડ પ્રાપ્ત થઈ છે તે નાગરિકો જાતે જ અનુભવ કરી શકે છે.

અર્નિંગ વેલ અને લીવિંગ વેલના બે મુખ્ય પીલર અનુસાર રાજ્ય કરાશે વિકાસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાને દેશને વિક્સિત ભારત @ 2047 નો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પમાં ગુજરાતની ભૂમિકા પણ કેવી રહેશે તે વર્ણવતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે,અર્નિંગ વેલ અને લીવિંગ વેલના બે મુખ્ય પીલર અનુસાર ગુજરાત રાજ્ય વિકાસ કરશે. લીવિંગ વેલમાં રાજ્યના નાગરિકોના આરોગ્ય, આવાસ, આહાર સાથે શિક્ષણ, પર્યાવરણની જાળવણીની આપણી નેમ છે. જ્યારે અર્નિંગ વેલમાં રોજગાર, વેપાર-ઉદ્યોગ અને અન્ય સેવાઓ વિસ્તારીને લોકોનું જીવનધોરણ બહેતર બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. શહેરના વિકાસ માટે આપણે રીજીયોનલ ઈકોનોમી માસ્ટર પ્લાનનો એપ્રોચ નીતિ આયોગના સહયોગથી અપનાવ્યો છે.

ગુજરાતમાં આંતરિક સુરક્ષા સુચારુ ઢબે જળવાઈ રહી છે : ડો. વિવેક કુમાર ભટ્ટ

શ્રી સિદ્ધિ ગ્રુપ અને Gujarat First દ્વારા આયોજિત કોન્કલેવ ગ્રોથ ઓફ ગુજરાતમાં Gujarat First ચેનલના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar bhatt) એ જણાવ્યું કે, આપણું ગુજરાત રાજ્ય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel)ના નેતૃત્વમાં આરોગ્ય, પ્રવાસન, શિક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કોઈપણ રાજ્ય તો જ વિકાસ કરી શકે જો તે સુરક્ષિત હોય. તે જ રીતે દેશ પણ સુરક્ષિત હોય તો જ વિકાસ કરી શકે છે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) ના નેતૃત્વમાં આખો દેશ સુરક્ષિત છે અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં આંતરિક સુરક્ષા પણ સુચારુ ઢબે જળવાઈ રહી છે.

ગુજરાતમાં આંતરિક સુરક્ષા સુચારુ ઢબે જળવાઈ રહી છે : ડો. વિવેક કુમાર ભટ્ટ

કોન્કલેવ ગ્રોથ ઓફ ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ ચેનલના ચેનલ હેડ ડો. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar bhatt) એ વધુમાં જણાવ્યું કે, આપણું ગુજરાત રાજ્ય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સચોટ માર્ગદર્શનને લીધે જીડીપી, જીએસડીપી કે એફડીઆઈ એમ દરેક ક્ષેત્રે અગ્રેસર છે. આ ઉપરાંત હેપીનેસ ઈન્ડેક્સમાં પણ ગુજરાતના નાગરિકો ખુશીથી રાજ્યમાં જીવન વીતાવી રહ્યા છે.

ઓપરેશન સિંદૂર વખતે મુખ્યમંત્રી સતત વોર રુમમાં હાજર રહ્યા : ડો. વિવેક કુમાર ભટ્ટ

ડો. વિવેક કુમાર ભટ્ટે ઓપરેશન સિંદૂર વખતે ગુજરાતની સ્થિતિ વર્ણવતા કહ્યું કે, ગુજરાતની 525 કિલોમીટરની જમીની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલ છે. 1600 કિમીની દરિયાઈ સરહદ છે. તેથી ઓપરેશન સિંદૂર વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત વોરરૂમમાં હાજર રહ્યા અને કોઈ આપાતકાલીન પરિસ્થિતિમાં ગુજરાતની જનતાને તકલીફ ન પડે તે માટે તેઓ સતત ખડેપગે રહ્યા.

આ પણ વાંચોઃ World Environment Day : કેન્દ્રની મોદી સરકારનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માન્યો આભાર

'ઓપરેશન સિંદૂર'ને ગુજરાત ફર્સ્ટની સલામ : ડો. વિવેક કુમાર ભટ્ટ

ગુજરાત ફર્સ્ટની સૌથી મોટી કોન્ક્લેવમાં ભારતીય સેનાનાં સાહસનો પણ બિરદાવવાનો પ્રયાસ થયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાએ વિશ્વને પોતાની શક્તિનો પરચો આપ્યો. 'ઓપરેશન સિંદૂર' હેઠળ ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીને ગુજરાત ફર્સ્ટે બિરદાવવાનો પ્રયાસ કર્યો. દેશ અને ગુજરાતની સીમાનાં પ્રહરીઓને ગુજરાત ફર્સ્ટ શત શત સલામ કરે છે. ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ગુજરાત ફર્સ્ટ સેનાનાં જાંબાજ જવાનોને સલામ કરે છે. પહલગામ હુમલાથી શરુ કરીને આજ દિન સુધી ચાલી રહેલા ઓપરેશન સિંદૂરનું સતત મેરેથોન કવરેજ ગુજરાત ફર્સ્ટે કર્યુ છે. ગુજરાત ફર્સ્ટે સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરીને દરેક કવરેજ કર્યુ હતું.

ગુજરાતના ઉદ્યોગ સાહસિકોનું સન્માન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસપથ પર તેજ રફતારથી આગળ વધી રહ્યું છે. કૃષિ, શિક્ષણ, સુરક્ષા અને સહકારિતા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. જ્યારે આરોગ્ય, પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ ગુજરાતે નવા શીખરો સર કર્યા છે. ગુજરાતનાં વિકાસમાં અનેક ઉદ્યોગ સાહસિકો જોતરાયેલા રહ્યાં છે અને આવા ઉદ્યોગ સાહસિકોનું ગુજરાત ફર્સ્ટનાં મંચ પર સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત ફર્સ્ટની અભૂતપૂર્વ કોન્ક્લેવ 'ગ્રોથ ઓફ ગુજરાત 2025' માં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાતનાં ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 11 વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ

Tags :
Advertisement

.

×