GSEB HSC Result 2026: Ahmedabad માં ધોબી કામ કરતા પિતાની દીકરીએ ધોરણ 12 ના રિઝલ્ટમાં ડંકો વગાડ્યો!
- Ahmedabad માં ધોબી કામ કરતા પિતાની દીકરીએ 12મા ધોરણમાં ડંકો વગાડ્યો
- અમદાવાદમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પ્રેરણાદાયક પરિણામ
- ધ્રુવી ચૌહાણે 93% મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી
- 4 વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન
- ધોરણ 10માં 89% મેળવ્યા બાદ 12માં 90% લાવવાનો વચન આપ્યો હતો
- દિકરીએ પિતાને આપેલું વચન વ્યાજ સાથે પૂર્ણ કર્યું
GSEB HSC Result 2026 Ahmedabad: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board) દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામોની સાથે જ અમદાવાદ (Ahmedabad) ની એક દીકરીએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં કપડાં પ્રેસ (ધોબી કામ) કરવાનું કામ કરતા પિતાની દીકરી ધ્રુવી ચૌહાણે ગરીબી અને મર્યાદિત સાધનો વચ્ચે પણ અભૂતપૂર્વ સફળતા મેળવીને સૌને પ્રેરણા આપી છે.
Ahmedabad ની દીકરીએ પિતાને આપેલું વચન પૂર્ણ કર્યું
ધ્રુવીએ ધોરણ 10માં 89 ટકા મેળવ્યા હતા, ત્યારે તેણે તેના પિતાને વચન આપ્યું હતું કે તે ધોરણ 12માં 90 ટકાથી વધુ લાવશે. આજે પરિણામ આવતા ધ્રુવીએ 93 ટકા મેળવીને પિતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ધ્રુવીએ 4 વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવીને તેની તેજસ્વીતાનો પરિચય આપ્યો છે. કપડાં પ્રેસ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતા માટે દીકરીની આ સિદ્ધિ કોઈ ઉત્સવથી કમ નથી.
સામાન્ય પ્રવાહમાં દીકરીઓનું વર્ચસ્વ
ચાલુ વર્ષે સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ ઊંચું રહ્યું છે, જેમાં વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર બાજી મારી છે. રાજ્યમાં વિદ્યાર્થીઓનું પરિણામ 90.10 ટકા રહ્યું છે, જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 95.41 ટકા નોંધાયું છે. આમ, વિદ્યાર્થીનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતા 5.31 ટકા વધારે આવ્યું છે. રાજ્યની કુલ 2030 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
Ahmedabad માં ધોબી કામ કરતાં પિતાની દીકરીને 4 વિષયમાં 100માંથી 100
અમદાવાદમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પ્રેરણાદાયક પરિણામ
ધ્રુવી ચૌહાણે 93% મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી
4 વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન
ધોરણ 10માં 89% મેળવ્યા બાદ 12માં 90% લાવવાનો વચન… pic.twitter.com/dez3TodC2t— Gujarat First (@GujaratFirst) May 4, 2026
પરિણામના આંકડા એક નજરે
સામાન્ય પ્રવાહ: સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો આહવા-ડાંગ (97.88%) રહ્યો છે, જ્યારે સૌથી ઓછું પરિણામ અમદાવાદ શહેર (87.10%) માં નોંધાયું છે. તડાવ, કોટડા, કાંગવાઈ જેવા કેન્દ્રોએ 100% પરિણામ મેળવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહ: વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો 94.85% સાથે પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે દાહોદ જિલ્લો 57.44% સાથે છેલ્લા ક્રમે રહ્યો છે. કુંભારીયા કેન્દ્ર 98.62% સાથે રાજ્યમાં મોખરે રહ્યું છે.
આ પણ વાંચો: LIVE:Umreth By-election Result: ઉમરેઠમાં 'કમળ' ખીલવાની તૈયારીમાં,11 રાઉન્ડની ગણતરી બાદ ભાજપની જંગી લીડ


