રાજ્યમાં 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: અમદાવાદ શહેર અને ગ્રામ્યના 1.73 લાખથી વધુ વિદ્યાર્થીઓ કસોટી આપશે
- GSEB Board Exams - રાજ્યમાં 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા
- અમદાવાદ શહેરમાં 95,688 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
- અમદાવાદ શહેરમાં ધો.10 માં 54,492 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
- અમદાવાદ શહેરમાં ધો. 12 સામાન્ય પ્રવાહના 33,044 વિદ્યાર્થીઓ
- અમદાવાદ શહેરમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 8152 વિદ્યાર્થીઓ
GSEB Board Exams: રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Secondary and Higher Secondary Education Board) ની એટલે કે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ (GSEB Board Exams) નો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 15 લાખ 27 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષાને લઈને શહેરો અને જિલ્લા સ્તરે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 10માં કુલ 9 લાખ 7 હજાર 175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે પૈકી 7 લાખ 69 હજાર 994 નિયમિત વિદ્યાર્થીઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 લાખ 1 હજાર 286 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી 4 લાખ 37 હજાર 274 નિયમિત વિદ્યાર્થીઓ છે.
અમદાવાદમાં 69 કેન્દ્રો અને 347 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન
જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 19 હજાર 263 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે પૈકી 1 લાખ 11 હજાર 294 વિદ્યાર્થીઓ નિયમિત છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહીં કુલ 95 હજાર 688 વિદ્યાર્થીઓ પરીક્ષા (GSEB Board Exams) આપશે. જેમાં ધોરણ 10ના 54 હજાર 492, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 33 હજાર 44 અને વિજ્ઞાન પ્રવાહના 8 હજાર 152 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શહેરભરમાં 69 કેન્દ્રો અને 347 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 78 હજાર 180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10ના 46 હજાર 440, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 25 હજાર 560 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 6 હજાર 180 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
Gujarat Board Exam 2026 : રાજ્યમાં 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા | Gujarat First
રાજ્યમાં 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા
અમદાવાદ શહેરમાં 95,688 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ 10માં 54,492 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધો.12 સામાન્ય પ્રવાહના 33,044… pic.twitter.com/ksx4cJProw— Gujarat First (@GujaratFirst) February 24, 2026
અમદાવાદમાં ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો - GSEB Board Exams
અમદાવાદ શહેર (Ahmedabad City)માં ગત વર્ષ એટલે કે 2025ની સરખામણીએ આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં કેટલાક ફેરફારો જોવા મળ્યા છે. અમદાવાદ શહેરમાં ગત વર્ષે કુલ 92 હજાર 268 વિદ્યાર્થીઓ હતા, જેની સરખામણીએ આ વર્ષે 3 હજાર 420 વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે. ગત વર્ષે ધોરણ 10માં 54 હજાર 564, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 29 હજાર 761 અને વિજ્ઞાન પ્રવાહમાં 7 હજાર 943 વિદ્યાર્થીઓ હતા.
અમદાવાદ ગ્રામ્યમાં ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો
- GSEB Board Exams
જ્યારે અમદાવાદ ગ્રામ્ય (Ahmedabad Rural) માં ગત વર્ષે કુલ 77 હજાર 830 વિદ્યાર્થીઓ હતા. જેમાં ધોરણ 10માં 47 હજાર 190, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 24 હજાર 180 અને વિજ્ઞાન પ્રવાહમાં 6 હજાર 460 વિદ્યાર્થીઓ હતા. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં 350 વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 181 જેટલા રાઈટર્સને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 48 રાઈટર્સને પરવાનગી મળી છે.
અમદાવાદ શહેરના આંકડા
અમદાવાદ શહેર (Ahmedabad City)માં આ વર્ષે કુલ 95,688 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શહેરના 69 કેન્દ્રો હેઠળની 347 બિલ્ડિંગોમાં પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના આંકડાકીય વિશ્લેષણ મુજબ, ધોરણ 10માં 54,492 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 33,044 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 8,152 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
અમદાવાદ ગ્રામ્યના આંકડા
અમદાવાદ ગ્રામ્ય (Ahmedabad Rural) વિસ્તારમાં પણ પરીક્ષાર્થીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળી રહી છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ 78,180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેમાં ધોરણ 10ના 46,440, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 25,560 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 6,180 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
પરીક્ષા વ્યવસ્થા અને સુરક્ષા
પરીક્ષાના સુચારુ સંચાલન માટે શિક્ષણ વિભાગ દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે જેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર કોઈ અગવડતા ન પડે અને તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા અને સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે.
મહત્વની વાત એ છે કે વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને, જો કોઈ પણ પ્રકારની અફવા કે ધમકી મળે તો કોઈપણ પ્રકારનું અફરાતફરીનું વાતાવરણ ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવા માટે પોલીસ પ્રશાસન અને વહીવટી પ્રશાસન દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ સૂચનાઓનું પાલન કરવા માટે તમામ પરીક્ષા કેન્દ્ર સંચાલકોને ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, વીજ પુરવઠા વિભાગ, વાહન વ્યવહાર વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે પણ સંકલન સાધીને સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, જેથી પરીક્ષા દરમિયાન કોઈ અડચણ ન આવે.


