Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Education News: ગુજરાત શિક્ષણ બોર્ડની નવી માર્કશીટની ગુણવત્તા પર સવાલ, શાળા સંચાલક મંડળ લાલઘૂમ

Gujarat Education News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ10 અને 12 ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી નવી માર્કશીટ (Marksheet) ની ગુણવત્તાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે આ નવી માર્કશીટને 'હલકી કક્ષાની' અને 'કચરો' ગણાવીને શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
gujarat education news  ગુજરાત શિક્ષણ બોર્ડની નવી માર્કશીટની ગુણવત્તા પર સવાલ  શાળા સંચાલક મંડળ લાલઘૂમ
Advertisement

Gujarat Education News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ10 અને 12 ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી નવી માર્કશીટ (Marksheet) ની ગુણવત્તાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે આ નવી માર્કશીટને 'હલકી કક્ષાની' અને 'કચરો' ગણાવીને શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડની નવી માર્કશીટની ગુણવત્તા પર સવાલ

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12 ની માર્કશીટ વિદ્યાર્થીઓ માટે આજીવન મહત્વનો દસ્તાવેજ હોય છે, જેને વર્ષો સુધી સાચવી રાખવાની હોય છે. પરંતુ, બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી માર્કશીટનો કાગળ ખૂબ જ નબળી ગુણવત્તાનો છે, જેની સામે રાજ્યની અનેક શાળાઓમાંથી સંચાલક મંડળને ફરિયાદો મળી છે.

Advertisement

સંચાલક મંડળે શિક્ષણ વિભાગને આપી ચીમકી

આ મામલે કેટલીક શાળાઓમાં વાલીઓ અને આચાર્યો વચ્ચે પણ તકરારના દ્રશ્યો સર્જાયા છે, જ્યાં વાલીઓ માર્કશીટની નબળી ગુણવત્તા જોઈને રોષ ઠાલવી રહ્યા છે. સંચાલક મંડળે શિક્ષણ વિભાગને ચીમકી આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગે આવા અખતરા કરવાનું બંધ કરવું જોઈએ, કારણ કે તેનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખતરા પેદા થઈ રહ્યા છે. મરજી મુજબ નિર્ણયો લેવાને બદલે વિદ્યાર્થીઓના હિતમાં ગુણવત્તાયુક્ત દસ્તાવેજો આપવામાં આવે તેવી માંગણી મંડળ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Diyodar Taluka Panchayat Election: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદરમાં સત્તા માટેનો મહાસંગ્રામ, શું ફરી ચૂંટણી રદ થશે?

Tags :
Advertisement

.

×