કોરોનાના કેસો ઘટતા GTUની ઓફલાઈન પરીક્ષા યોજાશે,15 ફેબ્રુ.થી પરીક્ષાની શરૂઆત
15 ફેબ્રુઆરીથી ડિગ્રી-ડિપ્લોમાં એન્જિનિયરિંગની પરીક્ષાGTUએ મોકૂફ રાખેલી પરીક્ષા ફરીથી યોજવામાં આવશે. 15મી ફેબ્રુઆરીથી ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનીયરીંગની ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના કેસમાં ઘટાડો થતા ઓનલાઈન પરીક્ષાનો નિર્ણય બદલવામાં આવ્યો છે. અગાઉ વિદ્યાર્થી સંગઠનોએ બંન્ને રીતે પરીક્ષા લેવાય તેવી માંગણી કરી હતી. ઓનલાઈન પરીક્ષાના વિકલ્પની પણ કરાઈ હતી માà
Advertisement
15 ફેબ્રુઆરીથી ડિગ્રી-ડિપ્લોમાં એન્જિનિયરિંગની પરીક્ષા
GTUએ મોકૂફ રાખેલી પરીક્ષા ફરીથી યોજવામાં આવશે. 15મી ફેબ્રુઆરીથી ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનીયરીંગની ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના કેસમાં ઘટાડો થતા ઓનલાઈન પરીક્ષાનો નિર્ણય બદલવામાં આવ્યો છે. અગાઉ વિદ્યાર્થી સંગઠનોએ બંન્ને રીતે પરીક્ષા લેવાય તેવી માંગણી કરી હતી.
ઓનલાઈન પરીક્ષાના વિકલ્પની પણ કરાઈ હતી માગ
20 જાન્યુઆરીથી ડિગ્રી અને ડિપ્લોમાં એન્જિનીયરિંગના સેમેસ્ટર-3ની પરીક્ષાઓ ઓફલાઈન યોજાવાની હતી પરંતુ જાન્યુઆરીમાં કોરોના કેસ વધતા પરીક્ષા મોકૂફ રાખવાં આવી હતી. GTUએ ઈજનેરી, ફાર્મસીની અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષા ઓફલાઈન લેવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કાની પરીક્ષા દસ દિવસમાં પૂર્ણ થશે. ત્યારબાદ માર્ચમાં GTUની પરીક્ષાનો પ્રારંભ થશે. કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરીને પરીક્ષા યોજવામાં આવશે.
પેરા-મેડિકલની બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી શરૂ
પેરા મેડિકલમાં પણ અવતા અઠવાડિયે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થશે. પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. કોરોનાના કેસમાં વધારો થતા બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી. હવે કોરોના કેસ ઘટાતા આગામી અઠવાડિયામાં નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતની પેરા મેડિકલની બેઠકો પર પ્રવેશ માટેની બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી શરૂ થશે. પ્રવેશ કમિટીના જણાવ્યા મુજબ શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બીએસસી નર્સિંગ, બેચલર ઓફ ફિઝિયોથેરાપી, ઓડિયોલોજી, પેથોલોજી, ઓપ્ટોમેટ્રી , ઓક્યુપેશનલ થેરાપી તેમજ બેચલર ઓફ નેચરોપથીમાં 9 ફેબ્રુ. સુધી રિપોર્ટીંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કુલ 9279 વિદ્યાર્થીઓએ પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે.
Advertisement
Advertisement


