
15મી ફેબ્રુઆરીથી GTUની પરીક્ષા ઓફલાઇન યોજાવા જઈ રહી છે. ત્યારે પરીક્ષામાં ગેરરીતિને રોકવા તેમજ વિદ્યાર્થિઓને અગવડતા ન પડે તે માટે તંત્રએ પૂરતી તૈયારી કરી છે. પરીક્ષામાં ગેરરીતિ કરતાં વિદ્યાર્થીઓ પર નજર રાખવા માટે GTUએ 200 કેન્દ્રો માટે 200 નિરીક્ષકોની નિમણૂક પણ કરાઇ છે. 15મી ફેબ્રુઆરીથી શરુ થતી ઓફલાઈન પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે કુલપતિના સંકલન સાથે સિક્રેટ સ્કવોડની રચના પણ કરાઇ છે.
અમદાવાદ સહિતના રાજ્યના 200 જેટલાં પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે 200 નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. કોઈ પણ પ્રકારની ચોરી થશે તો સીધી કુલપતિને ફરીયાદ થશે.
કુલપતિને ઓનલાઈન કે ફોનના માધ્યમથી સીધી ફરિયાદ કરી શકાશે. કુલપતિ કાર્યાલયને ઓનલાઈન ફરિયાદ મળ્યાં બાદ કુલપતિ સાથે સંકલન ધરાવતી સિક્રેટ સ્કવોડને જે પરીક્ષા કેન્દ્રમાં ચોરી થતી હોવાની ફરિયાદ મળી જશે.તે જગ્યાઓ પર સિક્રેટ સ્કવોડને તપાસ માટે મોકલવામાં આવશે.