Home » પત્નીએ પતિને અન્ય સ્ત્રી રંગેહાથ ઝડપ્યો અને પછી થઈ જોવા જેવી
પત્નીએ પતિને અન્ય સ્ત્રી રંગેહાથ ઝડપ્યો અને પછી થઈ જોવા જેવી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
55
અમદાવાદમાં પતિ પત્નિ ઔર વો નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં પત્નીએ પોતાના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. 35 વર્ષીય યુવતી પોતાના સંબંધી સાથે કોફી શોપમાં ગઈ, અને ત્યાં તેણે જે જોયું તે જોઈને પોતે ચોંકી ગઈ હતી. યુવતીનો પતિ અન્ય સ્ત્રી સાથે કારમાં બેસીને વાતો કરતો જોવા મળતા સ્થળ પર જોવા જેવી થઈ હતી. પત્નિએ પોતાના પતિને યુવતી વિશે સવાલો કરતા પતિએ સફાઈ આપવાને બદલે પરિણીતા સાથે મારામારી કરી હતી. પત્નીએ પોલીસને ફોન કરતા પતિએ તેને અટકાવી હતી. જોકે બીજા દિવસે પરિણીતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
શાહઆલમમાં રહેતી 35 વર્ષીય પરિણીતાના લગ્ન 5 વર્ષ પહેલા સાહીદ શેખ સાથે થયા હતા. થોડા સમયથી તેના પતિ સાથે મનમેળ ન થતા પરિણીતા પોતાનાં પિયરમાં રહેતી હતી. 16 ફેબ્રુઆરીના રોજ રાતના સમયે પરિણીતા તેની ભાણી સાથે નવરંગપુરા એચ.એલ કોલેજ પાસે આવેલી કોફીશોપમાં કોફી પીવા માટે ગયા હતા. દરમિયાન નવરંગપુરા સી.એ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક યુવતીની નજર તેના પતિની કાર પર પડી હતી. પરિણીતાનાં પતિએ તેને જોઈ જતાં કારમાંથી ઉતરીને ‘તું ઘરે જા પછી વાત કરીશું’ તેમ કહ્યું હતું. જોકે પતિની કારમાં બેસેલી યુવતી કોણ છે તે અંગે પત્નીએ પુછતા પતિ ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી કરી પત્નીને ગાલ પર લાફો માર્યો હતો.
જાહેરમાં રંગેહાથ ઝડપાયેલા પતિએ પત્નિને ગાળો આપી લાફો મારતા પરિણીતાએ પોલીસને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલા જ યુવતીના પતિએ પત્ની પાસેથી ફોન ઝૂંટવી લીધો અને પત્નીને કારમાં બેસાડી વસ્ત્રાપુર લઈ જઈ મોડી રાત્રે ઘરે મૂકી ગયો હતો. જે બાદ બીજા દિવસે યુવતીએ તેનાં પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સીટી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject