36

અમદાવાદ શહેરનાં નિકોલ વિસ્તારમાં પોલીસની ગાડીઓ પર લગાવાતી લાઈટ ખાનગી ગાડીમાં લગાવીને રૌફ મારતા યુવકની પોલીસે ધરપકડ કરી છે. નિકોલ પોલીસની ટીમ નિકોલ કઠવાડા ગામ ભાગોળ ખાતે વાહન ચેકિંગમા હતી તે દરમિયાન કઠવાડા સિંગરવા રોડ તરફથી એક i20 કાર ચાલક પોતાની ગાડીમાં પોલીસ અધિકારીઓના વાહનમાં લગાવાતી રેડ-બ્લૂ કલરની ડિજીટલ લાઈટ લગાવીને પસાર થયો હતો, પોલીસે વાહનને રોકીને તપાસ કરતા કાર ચાલક પાસે પોલીસમાં હોવાનાં કોઈ પુરાવા કે ઓળખપત્ર અથવા તો રેડ-બ્લૂ લાઈટ લગાવવાના પરવાના માગ્યા હતા. કારચાલક પાસે કોઈ પરવાનો ન હોવાનું સામે આવ્યું હતું.
IPCની કલમ 171 તથા 188 મુજબ ગુનો
યુવકની પુછપરછ કરતા તેનું નામ રૂપેશ બારોટ હોવાનું અને તે સિંગરવાનો રહેવાસી હોવાનું ખુ્લ્યું હતું..યુવકની તપાસ કરતા તેની પાસેથી કોઈ ગુનાહિત ચીજવસ્તુઓ મળી આવી ન હતી..જોકે તેની ગાડી પર પોલીસ અધિકારીની ગાડી પર લગાવવામાં આવતી રેડ-બ્લૂ લાઈટ હોવાથી તેની સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે.