Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષા માટે 1,85,000 જેટલા ઉમેદવારો અજમાવી રહ્યાં પોતાનું નસીબ

Gujarat: જરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
gujarat  રાજ્ય કરવેરા નિરીક્ષકની પરીક્ષા માટે 1 85 000 જેટલા ઉમેદવારો અજમાવી રહ્યાં પોતાનું નસીબ
Advertisement
  1. આજે રાજ્ય કરવેરા વિભાગમાં ઇન્સ્પેક્ટરની ભરતી પરીક્ષા
  2. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષાનું આયોજન કરાયું
  3. અંદાજે 700થી વધારે જેટલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે

Gujarat: રાજ્યમાં આજે રાજ્ય કરવેરા નિરીક્ષકની ભરતી માટે મહત્વની પરીક્ષા યોજાઈ રહી છે. લાંબા સમય બાદ રાજ્યમાં મહત્વપૂર્ણ પરીક્ષા લેવાઈ રહેશે જેમાં 1,85,000 જેટલા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ સહિત તમામ જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

700થી વધારે જેટલા પરીક્ષા કેન્દ્રો પર લેવાઈ રહીં છે પરીક્ષા

અંદાજે 700થી વધારે જેટલા પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી રહી છે. અમદાવાદમાં 111 જેટલા પરીક્ષા કેન્દ્રો પર 20,000 થી વધારે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. ઉમેદવારોની હાજરી અને પરીક્ષા સંદર્ભે પારદર્શિતા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશતા ઉમેદવારોની તપાસ કરવામાં આવી સાથે જ દરેક પરીક્ષા કેન્દ્ર પર 10 જેટલા પોલીસકર્મી બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો: પાણીયારા Porbandar માં પાણીયારા નેતાઓ હવે નથી ! કે પોરબંદરનું પાણી બચાવે.....!!

અમદાવાદમાં 111 જેટલા કેન્દ્રો યોજાઈ રહીં છે પરીક્ષા

આજે પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પ્રિલિમ પરીક્ષા બાદ મેઇન્સની પરીક્ષાનું આયોજન આગામી દિવસોમાં પ્રિલિમ પરીક્ષાના પરિણામ બાદ કરવામાં આવશે. સરકારી ભરતી હોવાના કારણે ખાનગી કોલેજ અથવા તો અલગ અલગ વિભાગ કે ક્ષેત્રમાં નોકરી કરતા ઉમેદવારો પણ સરકારી નોકરી માટે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

આ પણ વાંચો: Gir Somnath: હત્યાની કોશિશ કરનારા આરોપીઓને વેરાવળ સિટી પોલીસે ઝડપી પાડ્યા

તાપીની 21 શાળાઓમાં પરીક્ષા આપી રહ્યાં છે

તાપીની 21 શાળામાં રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા લેવાઈ રહીં છે. આ સાથે અન્ય જિલ્લામાંથી પણ ઉમેદવારો હાજર રહ્યાં છે. અત્યારે તાપીની 21 શાળાઓમાં કૂલ 5 હજાર 732 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે અંગે તંત્ર પણ સતર્ક થયું છે અને સાથે સાથે જિલ્લા પોલીસ વિભાગ અને વહીવટી વિભાગ સતર્ક છે.

જામનગર જિલ્લામાં 18 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન

રાજ્યમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષા યોજાઈ રહીં છે. ત્યારે જામનગર જિલ્લામાં 18 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન થયું છે. રાજકોટના 4 હજાર ઉમેદવારોને જામનગર કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગના 288 કર્મચારીઓ-નિરીક્ષકો ફરજ પર કાર્યરત છે. આ સાથે બે PI અને 100થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે. એટલું જ નહીં પરંતુ શહેરમાં ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પણ પોલીસ કાર્યરત છે.

આ પણ વાંચો: Ahmedabad : MLA Amit Shah શાસનાધિકારી પર બરોબરનાં બગડ્યા, કહ્યું - આને કાઢી મૂકો..!

Tags :
Advertisement

.

×