Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat બનશે ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ, સાણંદમાં મલેશિયન કંપની 700 કરોડનું રોકાણ કરશે

વડાપ્રધાનના વિઝનને અનુસરી ગુજરાતના સાણંદમાં મલેશિયાની ‘હોતાયી ઈલેક્ટ્રોનિક્સ’ ₹700 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. માઈક્રોનની પાર્ટનર એવી આ કંપનીને સાણંદ GIDCમાં 5 હેક્ટર જમીન ફાળવાઈ છે. અહીં DRAM, SSD અને ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન થશે, જે રાજ્યમાં હજારો રોજગારીની તકો સર્જવાની સાથે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ આપશે.
gujarat બનશે ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ  સાણંદમાં મલેશિયન કંપની 700 કરોડનું રોકાણ કરશે
Advertisement
  • Gujarat ને સેમિકન્ડકટર પાવરહાઉસ બનાવવાનું મહત્વનું પગલું
  • મલેશિયાની 'હોતાયી ઈલેક્ટ્રોનિક્સ' માં 700 કરોડનું રોકાણ કરશે
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીના હસ્તે પત્ર એનાયત કરાયો

Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi) ના ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર પાવરહાઉસ (Global Semiconductor Powerhouse) બનાવવાના વિઝનને સાકાર કરવા તરફ ગુજરાતે વધુ એક મોટી સફળતા મેળવી છે. મલેશિયાની ખ્યાતનામ કંપની હોતાયી (Hotayi) ઈલેક્ટ્રોનિક્સ હવે ગુજરાતના સાણંદમાં પોતાની એડવાન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા જઈ રહી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, જેના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi) ના હસ્તે કંપનીને સત્તાવાર રીતે ઓફર કમ એલોટમેન્ટ (Offer cum Allotment - OCA) પત્ર એનાયત કરવામાં આવ્યો છે.

દસ વર્ષમાં 700 કરોડનું રોકાણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) ના માર્ગદર્શન હેઠળ સાણંદ-II GIDC વિસ્તારમાં આ પ્રોજેક્ટ માટે 5 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. હોતાયી ઈલેક્ટ્રોનિક્સ આગામી 10 વર્ષમાં આ પ્લાન્ટ પાછળ અંદાજે ₹700 કરોડનું માતબર રોકાણ કરશે. આ ફેસિલિટીમાં અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા DRAM મેમરી મોડ્યુલ્સ, સોલિડ-સ્ટેટ ડ્રાઇવ્સ (SSDs), સર્વર અને ડેટા સેન્ટર મેમરી મોડ્યુલ્સનું ઉત્પાદન કરવામાં આવશે. ઉપરાંત ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ (Automotive Electronics) જેવા કે LED લાઈટિંગ અને ઈન્ફોટેનમેન્ટ મોડ્યુલ્સ પણ અહીં તૈયાર થશે. ઉલ્લેખનીય છે કે હોતાયી કંપની વૈશ્વિક સેમિકન્ડક્ટર જાયન્ટ માઈક્રોન (Micron) ની મુખ્ય સપ્લાય ચેઈન પાર્ટનર છે.

Advertisement

Advertisement

રોજગારી અને ટેકનોલોજીકલ પ્રગતિના નવા દ્વાર ખુલશે

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ નવા રોકાણથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમ અત્યંત મજબૂત બનશે. અહીં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને AI-સંચાલિત ઓટોમેશન (AI-driven Automation) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જે સ્થાનિક સ્તરે ટેકનોલોજીકલ પ્રગતિ લાવશે. આ પ્રોજેક્ટ દ્વારા રાજ્યના યુવાનો માટે મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે. ગુજરાત પોતાની શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગ સાનુકૂળ નીતિઓને કારણે વિશ્વની અગ્રણી ટેક કંપનીઓ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બની રહ્યું છે.

આત્મનિર્ભર ભારત અભિયાનને મળશે વેગ

હોતાયી ઈલેક્ટ્રોનિક્સનું આ રોકાણ વડાપ્રધાનના 'આત્મનિર્ભર ભારત'  અને 'મેક ઇન ઇન્ડિયા' (Make in India) અભિયાનને નવી ઊંચાઈઓ પર લઈ જશે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે સ્વનિર્ભરતા આવવાથી ભારતની અન્ય દેશો પરની નિર્ભરતા ઘટશે અને વૈશ્વિક બજારમાં ભારતની ભાગીદારી વધશે. ગુજરાત સરકારની પ્રો-એક્ટિવ પોલિસી અને સાણંદમાં વિકસી રહેલું સેમિકન્ડક્ટર ક્લસ્ટર આવનારા સમયમાં ભારતને ચિપ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરવા સક્ષમ બનાવશે.

આ પણ વાંચોઃ Gujarat ના 5 જિલ્લાઓમાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, CM ની મોટી જાહેરાત

Tags :
Advertisement

.

×