હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોર પહેલાં જ મળે છે ચેતવણી
હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ AI સક્ષમ બાયોસેન્સર દર્દીના હાર્ટ રેટ, શ્વાસની ગતિ અને અન્ય મહત્વપૂર્ણ આરોગ્ય સંકેતો પર સતત નજર રાખે છે. જો હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર, સ્ટ્રોક અથવા અનિયમિત ધબકારાનું જોખમ જણાય તો સિસ્ટમ તરત જ દર્દી, સારવાર આપતા ડૉક્ટર અને 24x7 AI કમાન્ડ સેન્ટરને એલર્ટ મોકલે છે. જેના કારણે તાત્કાલિક સારવાર શરૂ કરીને ગંભીર પરિસ્થિતિને અટકાવવાની તક મળે છે.
6,551થી વધુ દર્દીઓનું સતત મોનિટરિંગ
હોસ્પિટલના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 6,551થી વધુ હાઈ-રિસ્ક દર્દીઓનું AI આધારિત બાયોસેન્સર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન 115થી વધુ ગંભીર કાર્ડિયાક દર્દીઓના જીવ બચાવવામાં સફળતા મળી હોવાનું હોસ્પિટલનો દાવો છે. ટેક્નોલોજી દર્દીની સ્થિતિમાં થનારા નાનામાં નાના ફેરફારને પણ ઝડપથી ઓળખી શકે છે, જેના કારણે સારવારમાં વિલંબ થતો નથી.
ઘરે અને મુસાફરી દરમિયાન પણ દર્દી રહેશે સુરક્ષિત
આ AI આધારિત સિસ્ટમની ખાસિયત એ છે કે દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પણ તેનું સતત મોનિટરિંગ શક્ય બને છે. દર્દી ઘરે હોય કે મુસાફરી દરમિયાન, બાયોસેન્સર સતત આરોગ્યની માહિતી AI કમાન્ડ સેન્ટર સુધી પહોંચાડે છે. જો કોઈ જોખમી સ્થિતિ સર્જાય તો તરત જ એલર્ટ જનરેટ થાય છે, જેથી સમયસર તબીબી મદદ મળી શકે છે.
ICU અને કોડ બ્લૂ જેવી સ્થિતિઓ ટાળવામાં મદદ
હોસ્પિટલનું દાવો છે કે AI આધારિત સતત મોનિટરિંગના કારણે દર્દીની સ્થિતિ ગંભીર બનતા પહેલાં જ સારવાર શરૂ કરી શકાય છે. તેના પરિણામે ICUમાં દાખલ કરવાની જરૂરિયાત ઘટે છે અને કોડ બ્લૂ જેવી ઇમરજન્સી પરિસ્થિતિઓને પણ અટકાવવામાં મદદ મળે છે. હોસ્પિટલના તબીબ ડૉ. ધિરેન શાહના જણાવ્યા મુજબ, AI આધારિત આ ટેક્નોલોજી ભવિષ્યમાં કાર્ડિયાક કેર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે અને દર્દીઓને વધુ સુરક્ષિત તથા સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનશે.
આ પણ વાંચોઃ Chinese AI Model GLM 5.2: AI રેસમાં ચીને અમેરિકાને પછાડ્યું? લોન્ચ કર્યું સસ્તું ઓપન વેટ AI મોડલ
આ પણ વાંચોઃ High Blood Sugar Symptoms : અચાનક વધી જાય છે બ્લડ સુગર? જાણો ઘરે શું કરવું અને ક્યારે તરત હોસ્પિટલ પહોંચવું