Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ઉત્તરાયણના દિવસ માટે પવનની ગતિને લઇ અંબાલાલ પટેલની આગાહી

ઉત્તરાયણના દિવસે પવનની ગતિને લઈ રસિકો માટે સારા સમાચાર છે
gujarat  ઉત્તરાયણના દિવસ માટે પવનની ગતિને લઇ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
  • ઉત્તરાયણના દિવસે પવનની ગતિને લઈ રસિકો માટે સારા સમાચાર
  • અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસે ભારે પવન વહેશે
  • આંચકાના પવનની ગતી 18 કિમીથી 29 કિમી રહેશે

પતંગ રસિકો માટે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિને લઈ રસિકો માટે સારા સમાચાર છે. જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસે ભારે પવન વહેશે. તેમાં 14 મી જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતી વધુ રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં પવનની ઝડપ 6 કિમિથી લઈ 17 કિમી પ્રતિકલાકની રહેશે. આંચકાના પવનની ગતી 18 કિમીથી 29 કિમી રહેશે.

Advertisement

14થી 16 જાન્યુઆરીના દિવસે સવારે કેટલાક ભાગોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેશે

સુરતમાં પવનની ગતી સારી રહેશે તેમજ ઉત્તર ગુજરાતમાં પવનની ગતી મધ્યમ રહેશે. ત્યારે કચ્છના ભાગોમાં મધ્યમ ગતીએ પવન વહેશે. સૌરાષ્ટ્રમાં પવનની ગતી લગભગ 6 કિમીથી 12 કિમી આસપાસ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન વહેશે. તેમજ 15 જાન્યુઆરી રાજ્યમાં પવનની ગતી મધ્યમથી સારી રહેશે. તથા 14 થી 16 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગો વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 14થી 16 જાન્યુઆરીના દિવસે સવારે કેટલાક ભાગોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેશે.

Advertisement

આગામી દિવસો અંગે જોઈએ તો હવે ઠંડીમાંથી રાહત મળી શકે છે

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસો અંગે જોઈએ તો હવે ઠંડીમાંથી રાહત મળી શકે છે. જેમાં તા.14, 15, 16માં ઠંડીમાંથી એકદમ રાહત મળશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ન્યુનત્તમ તાપમાન 20 ડિગ્રી સે. અને મહત્તમ તાપમાન 32, 33 ડિગ્રી ક્યારેક 35 ડિગ્રી સે. સુધી જવાની શક્યતા રહેશે. સામાન્ય ઠંડી જોવા જઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના કોઈ ભાગોમાં સામાન્ય ઠંડી રહી શકે છે. પરંતુ હવે ધીરે ધીરે ઠંડીમાંથી રાહત મળશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગો, કેટલાક ઉત્તર ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગોમાં ન્યુનત્તમ તાપમાન વધવાની સંભાવના છે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યુનત્તમ તાપમાન વધવાની શક્યતાઓ છે.

Advertisement

આ પણ વાંચો: Uttarayan: ગુજરાતની ફેમસ ચીલ પતંગ, જાણો ક્યા અને કેવી રીતે બને

Tags :
Advertisement

.

×