Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડ્રગ્સ કેસમાં ગુજરાત ATS એ દિલ્હીમાંથી વધુ એક શખ્સને દબોચ્યો

ગયા મહિને ઇન્ડિયન કોસ્ટગાર્ડ (Indian Coast Guard)અને.ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા દરિયામાંથી  50 કિલો ડ્રગ્ઝ (Drugs)ના જથ્થા સાથે 6 પાકિસ્તાનીને ઝડપી લેવાયા હતા. આ કેસમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત એટીએસે દિલ્હીના લાજપતનગર વિસ્તારમાંથી વધુ એક આરોપીને ઝડપી લીધો છે. આ આરોપી પણ મુળ અફઘાનિસ્તાનનો છે અને 4 વર્ષથી દિલ્હીમાં ટુરિસ્ટ વિઝા પર આવ્યો છે. ડ્રગ્સ કેસમાં દિલ્હીથી 1ની ધરપકડ પ્રાપ્ત માàª
ડ્રગ્સ કેસમાં ગુજરાત ats એ દિલ્હીમાંથી વધુ એક શખ્સને દબોચ્યો
Advertisement
ગયા મહિને ઇન્ડિયન કોસ્ટગાર્ડ (Indian Coast Guard)અને.ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા દરિયામાંથી  50 કિલો ડ્રગ્ઝ (Drugs)ના જથ્થા સાથે 6 પાકિસ્તાનીને ઝડપી લેવાયા હતા. આ કેસમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત એટીએસે દિલ્હીના લાજપતનગર વિસ્તારમાંથી વધુ એક આરોપીને ઝડપી લીધો છે. આ આરોપી પણ મુળ અફઘાનિસ્તાનનો છે અને 4 વર્ષથી દિલ્હીમાં ટુરિસ્ટ વિઝા પર આવ્યો છે. 
ડ્રગ્સ કેસમાં દિલ્હીથી 1ની ધરપકડ 
પ્રાપ્ત માહિતી મુજબ  ગયા મહીને ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું જેમાં 6 પાકિસ્તાનીઓ સાથે 50 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ કેસમાં   ગુજરાત એટીએસે દિલ્હીના લાજપતનગર વિસ્તારમાંથી વધુ એક આરોપી હકમતુલ્લાહ ની ધરપકડ કરી છે અને તેની પાસેથી વધુ 8 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં ગુજરાત એટીએસને સફળતા મળી છે.
4 વર્ષથી ટુરિસ્ટ વિઝા પર આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ આરોપી મૂળ અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને છેલ્લા ચાર વર્ષથી ટુરિસ્ટ વિઝા ઉપર દિલ્હીમાં વસવાટ કરતો હોવાની માહિતી સામે આવી રહી છે. હકામતુલ્લાહ ઉર્ફે અમન પાસેથી જે હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે તેની અંદાજીત કિંમત ગણવા જઈએ તો 56 કરોડની ગણવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં 406 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપાયું
 ગુજરાત એટીએસએ અત્યાર સુધીમાં 406 કરોડ રૂપિયાનું  હેરોઈન આ કેસમાં જપ્ત કરી લીધું છે ત્યારે ઝડપાયેલ આરોપી આ ડ્રગ ક્યાંથી અને કેવી રીતે લાવ્યો હતો તે દિશામાં હાલ ગુજરાત એટીએસ તપાસ કરી રહી છ.  ઉપરાંત છેલ્લા ચાર વર્ષથી દિલ્હીમાં ટુરિસ્ટ વિઝા ઉપર રહીને અન્ય કેટલા ડ્રગ્સ ડીલરોના સંપર્કમાં આવ્યો હત.  આવી અનેક બાબતોના ખુલાસા આરોપીના રિમાન્ડ મળ્યા બાદ સામે આવી શકે છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×