Gujarat Cold: રાજ્યમાં ઠંડીનો ચમકારો, જાણો કયા શહેરમાં કેટલુ તાપમાન
- Gujarat Cold: 7 શહેરમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે
- રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં 7 ડિગ્રી
- અમદાવાદમાં ફરી એક વાર તાપમાન 12.8 ડિગ્રી ઠંડી યથાવત
Gujarat Cold: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. જેમાં 7 શહેરોમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે. તેમજ નલિયામાં 7 ડિગ્રી તાપમાન પહોંચતા લોકો ઠુંઠવાયા છે. તથા અમદાવાદમાં ફરી એક વાર તાપમાન 12.8 ડિગ્રી ઠંડી યથાવત છે. આગામી 2 દિવસ હજુ પણ ઠંડીનો ચમકારો યથાવત રહે તેવી શક્યતા છે. આગામી સપ્તાહમાં તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળશે.
અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન, વડોદરા 13.8 ડિગ્રી તાપમાન, રાજકોટ 10 ડિગ્રી, ભુજ 11.2 ડિગ્રી તથા સુરત 14.6 ડિગ્રી તેમજ અમરેલી 11.6 ડિગ્રી તથા પોરબંદરમાં 12.5 ડિગ્રી તાપમાન રહ્યું છે.
ગુજરાતના હવામાનમાં પલટાની વાત કરી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેમણે ગુજરાતના હવામાનમાં પલટાની વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, એક પશ્ચિમિ વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) આવવાની શક્યતા છે. જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં ફરીથી હિમવર્ષા થવાની શક્યતા છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભાગો સુધી રહેવાની શક્યતા છે.
Gujarat Cold: ફેબ્રુઆરીની ચારથી આઠ તારીખમાં એક મજબૂત પશ્ચિમિ વિક્ષોભ બનશે
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ફરીથી ફેબ્રુઆરીમાં ઠંડી પડવાની શક્યતા રહી શકે છે. ફેબ્રુઆરીની ચારથી આઠ તારીખમાં એક મજબૂત પશ્ચિમિ વિક્ષોભ બનશે. જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજની અસર રહેશે. જેના કારણે ઉત્તર ભારતની સાથે ગુજરાતનું હવામાન પણ પલટાવવાની શક્યતા રહેશે. એક બાદ એક પશ્ચિમિ વિક્ષોભ આવતા ઠંડીમાં વધઘટ રહેશે. ફેબ્રુઆરી માસમાં ધીરે ધીરે દિવસનું તાપમાન વધવાની શક્યતા રહેશે પરંતુ રાતમાં લઘુત્તમ તાપમાન ઘટી જઈ શકે છે. જેના કારણે કૃષિ પાક પર હિમ પડવાની શક્યતા છે.
આ પણ વાંચો: Gujarat News : આજે 30 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


