Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Cold: રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો ક્યા કેટલું રહ્યું તાપમાન

Gujarat Cold: રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કડકડતી ઠંડી છે. તેમાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. તથા સુસવાટાભર્યા પવનો સાથે વાતાવરણ ઠંડુગાર બન્યુ છે. રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે થયો છે. સવારના સમયે અમદાવાદ શહેરમાં 13 ડિગ્રી તાાપમાન, નલિયામાં 8 ડિગ્રી અને રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયુ
gujarat cold  રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ  જાણો ક્યા કેટલું રહ્યું તાપમાન
Advertisement
  • Gujarat Cold: સુસવાટાભર્યા પવનો સાથે વાતાવરણ ઠંડુગાર બન્યુ છે
  • રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે થયો
  • સવારના સમયે અમદાવાદ શહેરમાં 13 ડિગ્રી તાાપમાન, નલિયામાં 8 ડિગ્રી

Gujarat Cold: રાજ્યમાં માવઠા બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કડકડતી ઠંડી છે. તેમાં અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. તથા સુસવાટાભર્યા પવનો સાથે વાતાવરણ ઠંડુગાર બન્યુ છે. રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે થયો છે. સવારના સમયે અમદાવાદ શહેરમાં 13 ડિગ્રી તાાપમાન, નલિયામાં 8 ડિગ્રી અને રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ભુજમાં 11, ગાંધીનગર અને દાહોદમાં 12 ડિગ્રી ઠંડીનો પારો તથા વડોદરા, ભાવનગર અને સુરતમાં તાપમાન 15 ડિગ્રી રહ્યું છે.

ગુજરાતમાં સૌથી ઠંડુગાર શહેર નલિયા નોંધાયું છે

હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, ગુજરાતમાં સૌથી ઠંડુગાર શહેર નલિયા નોંધાયું છે. નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ ડીસામાં પણ તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રીએ પહોંચ્યો છે. હાલમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે, તેની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે. ઉત્તરપૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાઈ રહ્યા છે, તેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

Advertisement

Advertisement

છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેમજ હજુ પણ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીના ઘટાડાની પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ બાદ નવા વર્ષની શરૂઆતથી જ ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યભરમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. તો રાજકોટ 9 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તરપૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે.

Gujarat Weather Update

પ્રવાસીઓ કડકડતી ઠંડીમાં પણ મોજ માણતા નજરે પડ્યા

આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનનો પારો હજુ પણ બેથી ત્રણ ડિગ્રી ગગડી શકે છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 3 ડિગ્રીએ પહોંચ્યું છે. અહીં લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં મેદાનો અને વાહનો પર બરફની થર જામી ગઈ છે. બીજી તરફ પ્રવાસીઓ કડકડતી ઠંડીમાં પણ મોજ માણતા નજરે પડ્યાં હતાં.

આ પણ વાંચો: Gujarat News : આજે 5 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×