Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat Cold: હવામાન વિભાગે કરી હાડ થીજવતી ઠંડીની આગાહી

Gujarat Cold: સમગ્ર રાજ્યમાં ઠંડુ જોર વધ્યુ છે. જેમાં આગામી પાંચ દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી છે. ઉતર ભારતમાં ભારે હિમ વર્ષોથી ઠંડીનો માહોલ જોવા મળ્યો છે. 7.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. અમદાવાદમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. જેમાં અમદાવાદ શહેરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરા 13.6, ભાવનગર 13.6, ભુજ 11.4, દાહોદ 11.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
gujarat cold  હવામાન વિભાગે કરી હાડ થીજવતી ઠંડીની આગાહી
Advertisement
  • Gujarat Cold: ઉતર ભારતમાં ભારે હિમ વર્ષોથી ઠંડીનો માહોલ જોવા મળ્યો
  • 7.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ
  • અમદાવાદમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે

Gujarat Cold: સમગ્ર રાજ્યમાં ઠંડુ જોર વધ્યુ છે. જેમાં આગામી પાંચ દિવસ હાડ થીજવતી ઠંડીની આગાહી છે. ઉતર ભારતમાં ભારે હિમ વર્ષોથી ઠંડીનો માહોલ જોવા મળ્યો છે. 7.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. અમદાવાદમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. જેમાં અમદાવાદ શહેરમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરા 13.6, ભાવનગર 13.6, ભુજ 11.4, દાહોદ 11.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

ગાંધીનગર 11.2, પોરબંદર 14 ડિગ્રી, રાજકોટ 11.4 ડિગ્રી તાપમાન

ગાંધીનગર 11.2, પોરબંદર 14 ડિગ્રી, રાજકોટ 11.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગુજરાતમાં આગામી સાત દિવસ ઠંડી જોર જોવા મળશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ 10 જાન્યુઆરી સુધી ઠંડી લહેર જોવા મળશે. હાલ ગુજરાતના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. નલિયા 7.5 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે. વહેલી સવારમાં લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે આગામી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડી યથાવત્ રહેશે.

Advertisement

Gujarat Cold: ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય છે

હવામાન વિભાગ મુજબ હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય છે. આવનારા 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે તે પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 5 દિવસ લધુતમ તેમજ મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો સામાન્ય વધારો ઘટાડો જોવા મળી શકે છે. ઉત્તર-પૂર્વથી ફૂંકાઈ રહેલા વાયરા(પવન)ને કારણે કડકડતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં રાત્રિના સમયે તાપમાનનો પારો ગગડી શકે છે, આગામી સમયમાં પવનની દિશા ફેરફાર થશે જેથી તાપમાનમાં પણ વધઘટ થઈ શકે છે.

Advertisement

ભારતના હવામાન પર હાલ લા-નીનાની ગાઢ અસર થશે

બીજી તરફ હવામાન નિષ્ણાતોનો અંદાજ છે કે ભારતના હવામાન પર હાલ લા-નીનાની ગાઢ અસર થશે જેથી આવનાર 15 જાન્યુઆરી સુધી ઠંડીમાં વધારો થઈ શકે છે, ઉત્તરમાં બરફવર્ષા તો કેટલાક રાજ્યોમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. લા નીના એ 'અલ નીનો-સાઉથર્ન ઓસિલેશન' (ENSO) ચક્રનો એક ભાગ છે. લા-નિના એ અલ-નિનોનાની વિરુદ્ધ અસર છે. આ સમયગાળા દરમિયાન, પૂર્વીય અને મધ્ય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઠંડું થઈ જાય છે. આ ઠંડું પાણી પવનની દિશા અને ગતિમાં ફેરફાર લાવે છે, જે વૈશ્વિક સ્તરે વરસાદ, તાપમાન તેમજ વાવાઝોડાની પેટર્નને પ્રભાવિત કરે છે.

આ પણ વાંચો: Gujarat News : આજે 7 જાન્યુઆરી 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×