Gujarat Cold: આગામી ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી
- Gujarat Cold: કેટલાક વિસ્તારોમાં ઠંડીમાં વધારો તો કેટલાક વિસ્તારમાં ઘટાડો થયો
- 7 દિવસ વાતાવરણમાં કોઈ બદલાવ નહીં જોવા મળે
- અમદાવાદ શહેરમાં 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
Gujarat Cold: આગામી ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ઠંડીમાં વધારો તો કેટલાક વિસ્તારમાં ઘટાડો થયો છે. 7 દિવસ વાતાવરણમાં કોઈ બદલાવ નહીં જોવા મળે. તથા અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તેમજ કોસ્ટલ વિસ્તારમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં પવન ફૂંકાશે. તેમજ પવનની સ્પીડ પ્રતિ કલાકે 15 થી 20 કિલોમીટર ફૂંકાશે. જેમાં સૌથી ઓછું તાપમાન 9 ડિગ્રી નલિયામાં નોંધાયું છે.
આગામી સમયમાં પવનની દિશા ફેરફાર થશે
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં રાત્રિના સમયે તાપમાનનો પારો ગગડી શકે છે, આગામી સમયમાં પવનની દિશા ફેરફાર થશે જેથી તાપમાનમાં પણ વધઘટ થઈ શકે છે. ખેડૂતો માટે રાહતની વાત એ છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાના કોઈ સંકેત નથી.
Gujarat Cold: કેટલીક જગ્યાઓ પર વાતાવરણ ઠંડુ અને શુષ્ક રહેશે
ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર વાતાવરણ ઠંડુ અને શુષ્ક રહેશે. બીજી તરફ હવામાન નિષ્ણાંતોનો અંદાજ છે કે ભારતના હવામાન પર હાલ લા-નીનાની અસર થશે જેથી આવનાર 15 જાન્યુઆરી સુધી ઠંડીમાં વધારો થઈ શકે છે, ઉત્તરમાં બરફવર્ષા તો કેટલાક રાજ્યોમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે.
અસરો કેટલાક મહિનાઓથી લઈને બે વર્ષ સુધી રહી શકે છે
લા નીના એ 'અલ નીનો-સાઉથર્ન ઓસિલેશન' ચક્રનો એક ભાગ છે. લા-નિના એ અલ-નિનોનાની વિરુદ્ધ અસર છે. આ સમયગાળા દરમિયાન, પૂર્વીય અને મધ્ય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ઠંડુ થઈ જાય છે. આ ઠંડુ પાણી પવનની દિશા અને ગતિમાં ફેરફાર લાવે છે, જે વૈશ્વિક સ્તરે વરસાદ, તાપમાન તેમજ વાવાઝોડાની પેટર્નને પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે જોઈએ તો લા નીના બેથી સાત વર્ષના ચક્રમાં જોવા મળે છે અને તેની અસરો કેટલાક મહિનાઓથી લઈને બે વર્ષ સુધી રહી શકે છે.
આ પણ વાંચો: Harsh Sanghvi Birthday: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ગૌ પૂજન કરી જન્મ દિવસની શરૂઆત કરી


