Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gujarat Cold: રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી, જાણો અમદાવાદનું તાપમાન કેવું રહેશે

Gujarat Cold: રાજ્યમાં ઠંડીને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ હવામાન શુષ્ક રહેશે. તથા છેલ્લા 24 ઠંડીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે તેમાં નલિયામાં 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યુ છે. અમરેલીમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તથા ગાંધીનગરમાં 10.5, અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આવનાર દિવસમાં ઠંડીનું જોર યથાવત રહેશે.
gujarat cold  રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી  જાણો અમદાવાદનું તાપમાન કેવું રહેશે
Advertisement
  • Gujarat Cold: આગામી 7 દિવસ હવામાન શુષ્ક રહેશે
  • છેલ્લા 24 ઠંડીનું જોર યથાવત રહેશે
  • રાજ્યમાં સૌથી ઠંડી નલિયામાં નોંધાઈ

Gujarat Cold: રાજ્યમાં ઠંડીને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ હવામાન શુષ્ક રહેશે. તથા છેલ્લા 24 ઠંડીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે તેમાં નલિયામાં 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યુ છે. અમરેલીમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તથા ગાંધીનગરમાં 10.5, અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આવનાર દિવસમાં ઠંડીનું જોર યથાવત રહેશે.

આગામી દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન હજુ પણ ઘટાડો થશે

આગામી દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન હજુ પણ ઘટાડો થશે. તેમજ અમદાવાદ શહેરમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે અને તાપમાનનો પારો એક જ દિવસમાં 2.7 ડિગ્રી ગગડીને 11.7 ડિગ્રી પર પહોંચતા શહેરીજનો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ સિવાય રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જેમાં અમરેલી 8.6 ડિગ્રી અને રાજકોટ 9.4 ડિગ્રી સાથે ઠંડીમાં ઠુંઠવાયા છે.

Advertisement

Western Disturbance weather, cold, Gujarat First 22

Advertisement

ગાંધીનગરમાં 10.8, ડીસામાં 10.1, ભુજમાં 11.2 તાપમાન

ઉલ્લેખનીય છે કે અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 10.8, ડીસામાં 10.1, ભુજમાં 11.2, દાહોદમાં 11.7, કંડલામાં 11.9, પોરબંદર અને ડાંગમાં 12.8, ભાવનગરમાં 13.8, વડોદરામાં 14.0, દ્વારકામાં 14.2, સુરતમાં 15.0 અને જામનગરમાં 15.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

cold wave in gujarat

નલિયામાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેના પરિણામે બે દિવસ પછી લોકોને આ આકરી ઠંડીમાંથી થોડી રાહત મળી શકે તેમ છે. 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં થયેલા મોટા ઘટાડાને કારણે સમગ્ર રાજ્ય ગાત્રો થીજાવતી ઠંડીમાં ઠુંઠવાયું છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાને કારણે રાજ્યના ત્રણ સ્થળોએ તાપમાનનો પારો સિંગલ ડિજિટ એટલે કે એક આંકડામાં પહોંચી ગયો છે, જેમાં નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે. નોંધનીય છે કે નલિયામાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: LIVE: PM Modi Gujarat Visit: સનાતન ક્યારેય ઝુકી નહીં શકે, સોમનાથ અમર હતું, અમર છે અને અમર રહેશે

Tags :
Advertisement

.

×