Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Cold Wave : રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો પ્રારંભ! નલિયા 10 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

Gujarat Cold Wave : ગુજરાતના હવામાનમાં ફરી મોટો ફેરફાર જોવા મળ્યો છે. પવનોની દિશા બદલાતા રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગ અનુસાર આગામી એક અઠવાડિયા સુધી કડકડતી ઠંડી યથાવત રહેવાની શક્યતા છે.
gujarat cold wave   રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો પ્રારંભ  નલિયા 10 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Advertisement
  • ગુજરાતમાં ફરી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો
  • પવનની દિશા બદલાતાં રાજ્યભરમાં ઠંડીનું મોજું
  • કચ્છ-સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી, નલિયા બન્યું સૌથી ઠંડું શહેર
  • સવાર-સાંજ ગાત્રો થીજવે એવી ઠંડી, હવામાન વિભાગની ચેતવણી

Gujarat Cold Wave : ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો જોવા મળી રહ્યો છે. પવનોની દિશા બદલાતાની સાથે જ સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો (Temperature Level) ગગડ્યો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં લોકો વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડી (Severe Cold)નો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી એક અઠવાડિયા સુધી ઠંડીનું આ જોર યથાવત રહેવાની શક્યતા છે.

વિવિધ શહેરોમાં તાપમાનનો પારો (Temperature Update)

રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છનું નલિયા 10.03 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઠંડુગાર શહેર (Coldest City)નોંધાયું છે. પવનની ગતિ (Wind Speed)માં વધારો થવાને કારણે ઠંડીની તીવ્રતા (Cold Intensity)માં વધારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના અન્ય મુખ્ય શહેરોના તાપમાન પર નજર કરીએ તો:

Advertisement

શહેરતાપમાન (સેલ્સિયસમાં)
નલિયા10.03°
અમરેલી10.8°
દીવ11.8°
કંડલા12.0°
ડીસા12.4°
ગાંધીનગર12.6°
પોરબંદર12.8°
રાજકોટ13.3°
અમદાવાદ14.5°

ધુમ્મસની ચાદર અને વિઝિબિલિટીની સમસ્યા (Fog & Visibility Issue)

અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી હતી. ધુમ્મસ એટલું પ્રબળ હતું કે રસ્તાઓ પર વિઝિબિલિટી (Visibility) ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી અને લાઈટો ચાલુ રાખીને મુસાફરી કરવાની ફરજ પડી હતી. જોકે, સૂર્યોદય બાદ ધુમ્મસ હટતા ઠંડીમાં આંશિક રાહત મળી હતી.

Advertisement

રાજ્યમાં ઠંડીનું મોજું (Gujarat Cold Wave)

ગુજરાતના વાતાવરણ (Climate)માં હાલમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોનો પ્રભાવ વધતા રાજ્યભરમાં શિયાળાની જમાવટ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાતોના મતે, હિમાલયના પહાડી વિસ્તારોમાંથી આવતા આ બરફીલા પવનો સીધા મેદાની પ્રદેશોમાં પ્રવેશતા હોવાથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું આ મોજું (Cold Wave) સતત યથાવત રહેવાની શક્યતા છે, જેમાં તાપમાનના પારામાં કોઈ મોટો ઉછાળો જોવા નહીં મળે. ખાસ કરીને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ સ્થિર રહેતા સવાર-સાંજ ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. રાજ્યના અન્ય ભાગોમાં પણ ઠંડા પવનોને કારણે લોકોને ગરમ વસ્ત્રો (Warm Clothes)નો સહારો લેવો પડશે.

આ પણ વાંચો :  Gujarat Cold: રાજ્યમાં ઠંડીને લઇ જાણો શું છે હવામાન વિભાગની આગાહી

Tags :
Advertisement

.

×