ગુજરાતમાં ઠંડીનો સેકન્ડ સ્પેલ! તાપમાનનો પારો ગગડ્યો, જનજીવન પ્રભાવિત
- Gujarat Cold Wave
- ગુજરાત રાજ્યમાં ફરી બે દિવસ ઠંડીનું જોર વધશે
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનું જોર વધશે
- રાજ્યના ભૂજ અને નલિયામાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું
- નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન
Gujarat Cold Wave : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. ભેજયુક્ત વાતાવરણ અને માવઠાની (Unseasonal Rain) આગાહી વચ્ચે હવે રાજ્યમાં ઠંડીનું જોર ફરી એકવાર વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર હજુ પણ વધવાની શક્યતા છે. ખાસ કરીને પવનની ગતિમાં થયેલા વધારાને કારણે લઘુત્તમ તાપમાનમાં (Minimum Temperature) નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેને પગલે રાજ્યના અનેક ભાગોમાં શીતલહેર (Cold Wave) જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઠંડી વધવાનું મુખ્ય કારણ શું?
હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) ના કારણે પવનની દિશામાં ફેરફાર થયો છે. અત્યાર સુધી જે ભેજયુક્ત પવનો ફૂંકાતા હતા, તેના બદલે હવે હિમાલય તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો શરૂ થયા છે. આશરે 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે તાપમાનમાં સરેરાશ 4.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેનાથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ પવનોને કારણે રાજ્યમાં કાતિલ ઠંડીની લહેર (Cold Wave) ફરી વળી છે.
Cold wave returns to Gujarat. Temperatures dip further due to Western Disturbance, with Naliya and Bhuj recording the lowest minimums.#GujaratCold #WeatherUpdate #Winter2026 #IMD #WinterSeason pic.twitter.com/AarKyTCaOz
— Hardik Shah (@Hardik04Shah) January 24, 2026
નલિયા અને ભુજમાં ઠંડીનો પારો વધ્યો (Cold Wave)
ગુજરાતનું ઠંડુગાર ગણાતું નલિયા (Naliya) ફરી એકવાર રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. નલિયામાં તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કચ્છના જ ભૂજમાં તાપમાન ગગડીને 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. સરહદી જિલ્લાઓમાં આ ગંભીર ઠંડીની લહેર (Cold Wave) ના કારણે લોકો મોડી રાત સુધી ઘરોમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે.
રાજ્યના મુખ્ય શહેરોની સ્થિતિ (Temperature Data)
રાજ્યમાં હાલમાં ઉત્તર ભારત તરફથી આવતા કાતિલ ઠંડા પવનોના કારણે શીતલહેર (Cold Wave) પ્રસરી છે, જેના પરિણામે રાજ્યના તમામ મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો નોંધપાત્ર રીતે ગગડ્યો છે. ખાસ કરીને રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં ઠંડીનું જોર વધતા તાપમાન 11 થી 12 ડિગ્રીની આસપાસ સ્થિર થયું છે, જ્યારે સૌરાષ્ટ્ર પંથકમાં પણ ઠંડીએ જોર પકડ્યું છે, જેમાં રાજકોટમાં 12 ડિગ્રી, અમરેલીમાં 14.8 ડિગ્રી અને ભાવનગરમાં તાપમાનનો પારો 15 થી 16.4 ડિગ્રીની વચ્ચે નોંધાયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનની ગતિ વધતા પોરબંદરમાં 16.2 ડિગ્રી અને ઓખામાં 16.8 ડિગ્રી તાપમાન સાથે ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ મધ્ય ગુજરાતના વડોદરા શહેરમાં પણ 14 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠૂંઠવાયા છે.
મહિનાના અંત સુધી ઠંડીનું સામ્રાજ્ય રહેશે યથાવત
હવામાન વિભાગની આગાહી મુજબ, જાન્યુઆરી મહિનાના અંત સુધી ઠંડીમાં કોઈ મોટી રાહત મળવાની શક્યતા નથી. મોટાભાગના શહેરોમાં તાપમાન 12 થી 14 ડિગ્રીની વચ્ચે (Constant) યથાવત રહેશે. માવઠાની આગાહી અને વાદળછાયા વાતાવરણ બાદ હવે આ કાતિલ ઠંડી ખેતીના પાક માટે પણ મિશ્ર પ્રતિસાદ લાવશે તેવું મનાય રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફરી એકવાર ગુજરાતમાં ઠંડીનું જોર વધતા લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ફૂંકાતા તેજ ઠંડા પવનોને કારણે જનજીવન પર તેની વ્યાપક અસર (Massive Impact) જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Gujarat Weather: ગુજરાતના વાતાવરણમાં પલટો, જાણો હવામાન વિભાગની આગાહી


