Gujarat Congess : પ્રદેશ પ્રમુખ પદ માટે જહેમત! મલ્લિકાર્જુન ખડગે સાથે MLA વિમલ ચુડાસમાની મુલાકાત
- કોંગ્રેસનાં પ્રુમખ પદ માટે પાટીદાર સમાજનાં લોબિંગથી રાજકારણ તેજ (Gujarat Congess)
- પાટીદાર નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો
- કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે રાહુલ ગાંધીને પત્ર લખ્યો
- બીજી તરફ ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા દિલ્હીની મુલાકાતે
- દિલ્હીમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષની શુભેચ્છા મુલાકાત લીધી
Gujarat Congess : કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ પદ માટે પાટીદાર સમાજનાં (Patidar Samaj) લોબિંગથી રાજકારણ તેજ થયું છે. પ્રમુખ પદ માટે કોંગ્રેસનાં પાટીદાર નેતાઓ દિલ્હી સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. ગઈકાલે અમદાવાદ (Ahmedabad) ખાતે ગુજરાત કોંગ્રેસનાં પાટીદાર નેતાઓની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ત્યારે હવે, કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે (Virji Thummar) રાહુલ ગાંધીને (Rahul Gandhi) પત્ર લખી મળવાનો સમય માંગ્યો હોવાની માહિતી છે. બીજી તરફ ગીર સોમનાથનાં MLA વિમલ ચુડાસમા (MLA Vimal Chudasama) દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે.
આ પણ વાંચો - Gujarat Congess : ગુજરાત કોંગ્રેસનાં પાટીદાર નેતાઓની અમદાવાદમાં મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ
પાટીદાર નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, શક્તિસિંહ ગોહિલનાં રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદ (Gujarat Congess) પર પાટીદાર આગેવાનને બેસાડવાની માગ સંગઠનમાં તેજ બની છે. પ્રમુખ પદ માટે કોંગ્રેસનાં પાટીદાર નેતાઓએ દિલ્હી સુધી રજૂઆત કરવાની તૈયારી દાખવી છે. માહિતી અનુસાર, પાર્ટીનાં પાટીદાર નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવાનો સમય પણ માંગ્યો છે. ગઈકાલની મીટિંગ બાદ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે રાહુલ ગાંધીને પત્ર લખી સમય માંગ્યો હોવાની માહિતી છે. પાટીદાર નેતાઓ આગામી ચૂંટણી અને રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ મુદ્દે ચર્ચા કરવા રાહુલ ગાંધીને મળવા જશે.
આ પણ વાંચો - Rajkot : 'આનું પરિણામ જોવા જેવું આવશે..!' મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો!
ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા દિલ્હીની મુલાકાતે
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ પાટીદાર નેતાને આપવાની માગ પાટીદાર નેતાઓએ કરી છે. અમદાવાદમાં ગઈકાલે યોજાયેલ બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી અને પ્રદેશ અધ્યક્ષ પદમાં પાટીદાર નેતાની પસંદગી કરવાની માગ મૂકાઈ હતી. જ્યારે, બીજી તરફ ગીર સોમનાથનાં MLA વિમલ ચુડાસમા (MLA Vimal Chudasama) દિલ્હીની મુલાકાતે પહોંચ્યા અને ત્યાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ અટકળોનો માહોલ ગરમાયો છે. પ્રદેશ પ્રમુખ પદનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી કોળી સમાજને મળે તેવી માગ કરાઈ હોવાની ચર્ચા છે. હાલમાં, પાટીદારોની માગ વચ્ચે કોળી સમાજને મહત્ત્વ આપવા માગ ઊઠી હોવાનાં અહેવાલ છે.
આ પણ વાંચો - Air India પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા યુવાનની કેમ બબ્બે વખત થયા અંતિમ સંસ્કાર ?