Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Congress: અમિત ચાવડાનું રાજીનામું માંગનારા કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓને ઘરભેગા કરાયા

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ (Anti-party activities) અને શિસ્તભંગ બદલ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના વરિષ્ઠ નેતા ઉમાકાંત માંકડ (Umakant Mankad) અને સુરતના મકસૂદ બેગ મિર્ઝા (Maqsood Baig Mirza) ને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા છે.
gujarat congress  અમિત ચાવડાનું રાજીનામું માંગનારા કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓને ઘરભેગા કરાયા
Advertisement
  • Gujarat Congress એ બે વરિષ્ઠ નેતાઓને કર્યા સસ્પેન્ડ
  • અમદાવાદ અને સુરતના નેતાઓને પાર્ટીમાંથી હટાવાયા
  • ઉમાકાંત માંકડ અને મકસૂદ બેગ મિર્ઝા સસ્પેન્ડ
  • પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ લેવાયું કડક પગલું
  • બંને નેતાઓએ અમિત ચાવડાનું રાજીનામું માંગ્યું હતું
  • ચૂંટણીમાં હાર માટે પ્રદેશ નેતાગીરીને જવાબદાર ગણાવી
  • પ્રભારી અને પ્રમુખ વિરુદ્ધ સો. મીડિયામાં કરી હતી પોસ્ટ

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ (Anti-party activities) અને શિસ્તભંગ બદલ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના વરિષ્ઠ નેતા ઉમાકાંત માંકડ (Umakant Mankad) અને સુરતના મકસૂદ બેગ મિર્ઝા (Maqsood Baig Mirza) ને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ (Suspend) કરી દેવામાં આવ્યા છે. પક્ષની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ આ કડક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Gujarat Congress એ બે વરિષ્ઠ નેતાઓને કર્યા સસ્પેન્ડ

મળતી માહિતી મુજબ, સસ્પેન્ડ કરાયેલા બંને નેતાઓએ તાજેતરમાં ચૂંટણીમાં પક્ષની હાર માટે પ્રદેશ નેતાગીરીને (State Leadership) જવાબદાર ગણાવી હતી. આ બંને નેતાઓએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાના રાજીનામાની (Resignation) પણ માંગ કરી હતી. તેઓએ જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે નેતાગીરીની નિષ્ફળતાને કારણે જ પક્ષની સ્થિતિ કથળી રહી છે.

Advertisement

સોશિયલ મીડિયા પર પોસ્ટ

શિસ્ત સમિતિના (Disciplinary Committee) ધ્યાને આવ્યું હતું કે ઉમાકાંત માંકડ અને મકસૂદ બેગ મિર્ઝાએ પક્ષના પ્રભારી (In-charge) અને પ્રદેશ પ્રમુખ (State President) વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક પોસ્ટ કરી હતી. પક્ષના આંતરિક મામલાઓને જાહેરમાં ચર્ચવા અને પક્ષના ટોચના નેતાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવવાને ગંભીર શિસ્તભંગ ગણીને ગુજરાત કોંગ્રેસે આ નેતાઓને સસ્પેન્ડ કરી પક્ષના અન્ય અસંતુષ્ટ નેતાઓને પણ કડક સંદેશ (Strong Message) આપ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat News Today: આજે 17 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×