Diwali ના પર્વે નાગરિકોની સુરક્ષા માટે મેગા પ્લાન, 108 અને 112 Emergency Services 24x7 તૈનાત
રાજ્યમાં દિવાળીના તહેવાર દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્ય અને સુરક્ષા તંત્ર સજ્જ બન્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઓપરેશન અધિકારીઓને સ્ટેન્ડબાય રાખી કંટ્રોલ રૂમ્સને અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરાયા છે. દિવાળીના દિવસે દાઝી જવાના અને ફટાકડાથી થતી દુર્ઘટનાઓમાં વધારો થવાની શક્યતા છે. અંદાજે 6,111 કેસ નોંધાઈ શકે તેવી સંભાવના વચ્ચે 108 અને 112 સેવાઓ મિનિટોમાં પ્રતિસાદ આપવા સંપૂર્ણપણે તૈયાર છે.
Advertisement
Gujarat Diwali Emergency Services : દિવાળીના તહેવારો દરમિયાન સામાન્ય રીતે અકસ્માતો અને આગની ઘટનાઓમાં વધારો થતો હોય છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નાગરિકોની સલામતી માટે આરોગ્ય અને સુરક્ષા તંત્ર સજ્જ બન્યું છે. રાજ્યભરમાં 108 એમ્બ્યુલન્સ અને 112 પોલીસ ઇમરજન્સી સેવાઓને હાઈએલર્ટ પર મૂકી દેવામાં આવી છે. કોઈપણ અણધારી આપત્તિને પહોંચી વળવા માટે વહીવટી સ્તરે તમામ આગોતરા પગલાં પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.

