Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: મહેસાણામાં પોલીસ ભરતી પરીક્ષામાંથી ઝડપાયો ડમી ઉમેદવાર

મિત્રનો કોલ લેટર લઈ પરીક્ષા આપવા આવેલો યુવક ઝડપાયો
gujarat  મહેસાણામાં પોલીસ ભરતી પરીક્ષામાંથી ઝડપાયો ડમી ઉમેદવાર
Advertisement
  • મિત્રનો કોલ લેટર લઈ પરીક્ષા આપવા આવેલો યુવક ઝડપાયો
  • કલોલનો દીપ પરમાર મિત્રનો કોલ લેટર લઈ આવ્યો હતો દોડવા
  • મિત્રના કોલ લેટરમાં પોતાનું નામ લખી પરીક્ષામાં આવતા ઝડપાયો

Police: મહેસાણામાં પોલીસ ભરતી પરીક્ષામાંથી ડમી ઉમેદવાર ઝડપાયો છે. મિત્રનો કોલ લેટર લઈ પરીક્ષા આપવા આવેલો યુવક ઝડપાયો છે. તેમાં મિત્રના કોલ લેટરમાં પોતાનું નામ લખી પરીક્ષામાં આવ્યો હતો. જેમાં કલોલનો દીપ પરમાર મિત્રનો કોલ લેટર લઈ દોડવા આવ્યો હતો. લોકરક્ષક અને PSIની ભરતીની શારીરિક કસોટી હતી. તેમાં સમગ્ર મામલે મહેસાણા એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

જાણો શું છે સમગ્ર બનાવ

મહેસાણામાં મિત્રના કોલ લેટર ઉપર કોન્સ્ટેબલ અને પીએસઆઇની પોલીસ ભરતીની શારીરિક પરીક્ષામાં મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર દોડવા આવેલા કલોલના યુવકને પરીક્ષા લઈ રહેલી પોલીસની ટીમે રજિસ્ટ્રેશન દરમિયાન જ ઝડપી પાડ્યો હતો. ખોટો કોલ લેટર બનાવીને આવેલા આ યુવક સામે વાયરલેસ પીએસઆઇએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. બુધવારે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર પોલીસની ટીમ વિવિધ ઉમેદવારોની શારીરિક પરીક્ષા લઈ રહી હતી, ત્યારે એક ઉમેદવારને ચેસ્ટ નંબર 0921 પહેરાવીને ખાનગી એજન્સીના કર્મચારી દ્વારા દોડવા માટેની A ટુ 4129 અને c-c 8475 નંબરની ચીપ પહેરાવી લોક કરીને તેનું રજિસ્ટ્રેશન કરવા માટે એક નંબરના કાઉન્ટર ઉપર મોકલ્યો હતો.

Advertisement

બીજી વખત પણ તેનું રજિસ્ટ્રેશન થઈ ગયું હોવાનું બતાવ્યું

રજિસ્ટ્રેશન કાઉન્ટર ઉપરના કર્મચારી દ્વારા તેનું રજિસ્ટ્રેશન કરતા તેમાં ઉમેદવારનું રજિસ્ટ્રેશન અગાઉથી થઈ ગયું હોવાનું ખબર પડી હતી જેને લઈ કર્મચારીએ ડીવાયએસપી એઆર પાંડોરને વાત કરતા રજિસ્ટ્રેશન પાંચ નંબરના કાઉન્ટરના કર્મચારીએ ફરીથી ઉમેદવારનું રજિસ્ટ્રેશન કરતા બીજી વખત પણ તેનું રજિસ્ટ્રેશન થઈ ગયું હોવાનું બતાવ્યું હતું.

Advertisement

મહેસાણાના વાયરલેસ પીએસઆઇ જયદીપ પટેલે ફરિયાદ નોંધાવી

બુધવારે સવારે 7:45 વાગે બનેલી ઘટના અંગે પોલીસની ટીમ દ્વારા ઉમેદવારના કોલ લેટરની તપાસ હાથ ધરતા તેમાં દીપકુમાર દિનેશભાઈ પરમાર અને બેઠક ક્રમાંક 10362020 તેમજ શારીરિક કસોટીની તા. 22 જાન્યુઆરી 2025 તેમજ હાજર રહેવાનો સમય સવારે 07:00નો તથા પરીક્ષા કેન્દ્ર પોલીસ પરેડ ગ્રાઉન્ડ મહેસાણાનું હતું. ગ્રાઉન્ડ ઇન્ચાર્જ પાસે ફરીથી તે કોલ લેટરની ચકાસણી કરાવતા ખબર પડી હતી કે આ બેઠક ક્રમાંકનો સાચો ઉમેદવાર ચિરાગકુમાર ધુળાજી ઠાકોર છે. ડીવાયએસપી પાંડોરે કોલ લેટર ભરતી બોર્ડ ગાંધીનગરના અધિકારીને વ્હોટ્સએપ કરતા લેટર ચિરાગ ઠાકોરનો હોવાનું અને તેમાં ચેડા કરીને દીપ પરીક્ષા આપવા આવ્યો હોવાનું કન્ફર્મ થઈ જતા ઉચ્ચ અધિકારીની સુચનાને આધારે મહેસાણાના વાયરલેસ પીએસઆઇ જયદીપ પટેલે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે, રૂ. 651 કરોડના વિકાસ કામોની ભેટ આપશે

Tags :
Advertisement

.

×