Gujarat: ઈલેક્ટ્રોથર્મની ઓફિસમાં EDના દરોડા, 33.67 કરોડ ફ્રીઝ કર્યા
- ઈલેક્ટ્રોથર્મની ઓફિસમાં બે દિવસથી કાર્યવાહી
- બેન્ક છેતરપિંડી કેસમાં ચાલી રહી છે તપાસ
- 37 બેન્ક ખાતામાં 33.67 કરોડ EDએ ફ્રીઝ કર્યા
અમદાવાદ અને ગાંધીનગરમાં EDના દરોડા પડ્યા છે. જેમાં ઈલેક્ટ્રોથર્મની ઓફિસમાં બે દિવસથી કાર્યવાહી ચાલી રહી છે. તેમાં બેન્ક છેતરપિંડી કેસમાં તપાસ ચાલી રહી છે ત્યારે 37 બેન્ક ખાતામાં 33.67 કરોડ EDએ ફ્રીઝ કર્યા છે. તથ બે મર્સિડીઝ કાર પણ EDની ટીમે જપ્ત કરી છે તથા કેસમાં કુલ 179 કરોડની મિલકત ટાંચમાં લીધી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં 10 સ્થળોએ દરોડા
ED દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બેંક છેતરપિંડી કેસમાં દરોડા પાડવામાં આવતા અન્ય વેપારી વર્ગમાં ફફડાટ છે. દરોડા દરમિયાન 2 મર્સિડીઝ કાર તેમજ 37 બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા છે. 37 બેંક ખાતાઓમાં કુલ 33.67 કરોડ રૂપિયા જમા હતા. ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયા લિમિટેડ સામે ચાલી રહેલા બેન્ક છેતરપિંડીના કેસમાં ઈડીએ અમદાવાદ અને ગાંધીનગરમાં દરોડા પાડ્યા છે. જેમાં અગાઉ આ કેસમાં કુલ 179 કરોડની મિલકત ઈડીએ ટાંચમાં લીધી છે. મુકેશ ભંડારી, શૈલેષ ભંડારી સહિતના લોકો સામે CBIએ બેન્ક ફ્રોડની ફરિયાદ નોંધી હતી. તથા બેન્ક ઓફ ઈન્ડિયા સાથે રૂ.631.97 કરોડના કથિત કૌભાંડમાં ફરિયાદ નોંધાઈ હતી.
બેંક છેતરપિંડીના કેસમાં ED અમદાવાદ દ્વારા તપાસ કરવામાં આવી
કેન્દ્રીય એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદન પ્રમાણે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ 10 અને 11 જાન્યુઆરીના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ED એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે અમદાવાદ સ્થિત ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ અને તેના ડિરેક્ટરો મુકેશ ભંડારી, શૈલેષ ભંડારી અને અન્ય લોકો સામે તેની તપાસ CBI, BS&FB (બેંક સિક્યોરિટીઝ એન્ડ ફ્રોડ બ્રાન્ચ), મુંબઈ દ્વારા નોંધાયેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી.
બેંક છેતરપિંડીના કેસમાં ED અમદાવાદ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકને 631.97 કરોડ રૂપિયાના ખોટા નુકસાનનો આરોપ લગાવવામાં આવેલી ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. મુકેશ ભંડારી અને શૈલેષ ભંડારી બંનેની પણ ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ અને તેની ગ્રુપ કંપનીઓ સાથે સંબંધિત બે સમાન બેંક છેતરપિંડીના કેસમાં ED અમદાવાદ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Kashmir માં બરફવર્ષાથી ઠંડીમાં વધારો, તાપમાન -7 ડિગ્રી સુધી પહોંચી ગયું