Ahmedabad: બોપલની અમીધારા સોસાયટી પાણીમાં ગરકાવ, સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને હાલાકી
શહેરમાં ચોમાસાના આગમન સાથે જ વહીવટી તંત્રના દાવાઓની પોલ ખુલી ગઈ છે. હજુ તો સામાન્ય વરસાદ જ વરસ્યો છે ત્યાં પોશ વિસ્તાર ગણાતા પશ્ચિમ અમદાવાદના એક ભાગમાં જળબંબાકાર જેવી દયનીય સ્થિતિ સર્જાઈ ગઈ છે. મુખ્ય માર્ગોથી લઈને સોસાયટીઓના દરવાજા સુધી પાણી ભરાઈ જવાથી નાગરિકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેને લઈને લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી ફેલાઈ છે.
Advertisement
Ahmedabad Bopal Rain Waterlogging: ગુજરાતમાં ચોમાસા (Monsoon) ની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેરમાં મેઘરાજાએ એન્ટ્રી લેતા જ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની પ્રી-મોસન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરમાં માત્ર સામાન્ય વરસાદ (Normal Rain) વરસીયા ત્યાં તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના પોશ અને વિકસતા વિસ્તાર ગણાતા બોપલ (Bopal) માં વરસાદી પાણી ભરાવાને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.

