મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઈસ્કોન મંદિર પહોંચ્યા હતા
જન્માષ્ટમીના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઈસ્કોન મંદિર પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે ઉમટી પડવાની શક્યતા છે. ભક્તિમય વાતાવરણ વચ્ચે આ વખતે ટેક્નોલોજી આધારિત આયોજન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
Advertisement ![Navratri Banner]()
પ્રથમ વખત ડ્રોન શોનું આયોજન
ઈસ્કોન મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત ડ્રોન શો (Drone Show)નું આયોજન કરવામાં આવ્યું છે. આકાશમાં 300 ડ્રોનની મદદથી ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓની ઝાંખી રજૂ કરવામાં આવશે. આ અનોખા ડ્રોન શો દ્વારા ભક્તોને આધ્યાત્મિક કથાઓનું આકાશી દૃશ્ય સ્વરૂપે નિદર્શન કરાવવામાં આવશે.આ ઉપરાંત 7 મિનિટનો લાઇટ એન્ડ સાઉન્ડ શો (Light and Sound Show) પણ જન્માષ્ટમી ઉજવણીનું મુખ્ય આકર્ષણ રહેશે. પ્રકાશ, ધ્વનિ અને આધુનિક ટેક્નોલોજીના સંયોજનથી શ્રીકૃષ્ણની લીલાઓને ભવ્ય રીતે રજૂ કરવામાં આવશે.
600 કિલો ફૂલોથી ગર્ભગૃહનો ભવ્ય શણગાર
મંદિરના ગર્ભગૃહને પણ ખાસ રીતે શણગારવામાં આવ્યું છે. અંદાજે 600 કિલો ફૂલોથી ગર્ભગૃહનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ફૂલોની સજાવટથી મંદિરનું વાતાવરણ વધુ આકર્ષક અને ભક્તિમય બનશે.જન્માષ્ટમીની મધ્યરાત્રિએ રાત્રે 11:30 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ અને મહાઅભિષેકનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવાની શક્યતા છે.આ વખતે અમદાવાદના ઈસ્કોન મંદિરમાં પરંપરા અને ટેક્નોલોજીનો સંગમ જન્માષ્ટમીની ઉજવણીને વિશેષ બનાવશે. ખાસ કરીને પ્રથમ વખત યોજાનાર 300 ડ્રોનનો શો અને લાઇટ એન્ડ સાઉન્ડ શો ભક્તો માટે યાદગાર અનુભવ બની શકે છે.
શહેરના CP પણ પરિવાર સાથે ઇસ્કોન મંદિરે પહોંચ્યા હતા
ઇસ્કોન મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી આરતી અને અભિષેક વિધિમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પ્રેરક શાહ સહિત ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના CP પણ પરિવાર સાથે ઇસ્કોન મંદિરે પહોંચ્યા હતા.
આ પણ વાંચો: Aravalli: શામળાજી મંદિર વિવિધ રોશનીથી ઝગમગી ઉઠ્યું, ભક્તોએ શામળિયાની સંધ્યા આરતીના કર્યા દર્શન