Gujarat High Court NHAI Warning: NHAI સામે ગુજરાત હાઇકોર્ટ ની લાલ આંખ ,હાઈવે બનાવતી વખતે બંને બાજુ ફેન્સિંગ કરાવા ટકોર
રોજબરોજ હાઇવે પર બનતી ગંભીર દુર્ઘટનાઓ અને મુસાફરોની સુરક્ષાના પ્રશ્ને હાઈકોર્ટે NHAI ને ટકોર કરી છે. લાખો-કરોડો રૂપિયાનો ટોલ વસૂલ કરતી સંસ્થાઓ સામે અદાલતે નારાજગી વ્યક્ત કરી સ્પષ્ટ કરી દીધું છે કે પ્રવાસીઓના ભોગે માત્ર વ્યવસાય નહીં ચાલે, પરંતુ માર્ગ પર પૂરતી સુરક્ષા અને સુવિધાઓ આપવી ફરજિયાત છે.
Advertisement
Gujarat High Court NHAI: ગુજરાતમાં નેશનલ હાઇવે પર મુસાફરી કરતા વાહનચાલકો અને નાગરિકોની સુરક્ષાને લઈને ગુજરાત હાઇકોર્ટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) સામે લાલ આંખ કરી છે. હાઇવે પર થતા ગંભીર અકસ્માતો અને ઓથોરિટી દ્વારા કરવામાં આવતી કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરતા અદાલતે કડક ટકોર કરી છે.

