Anti Paper Leak Bill: DYCM હર્ષભાઈ સંઘવીએ PM મોદીનો માન્યો આભાર, એન્ટી પેપર લીક બિલને આવકાર્યુ
પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા એન્ટી પેપર લીક બિલને લઈને ગુજરાતમાં પણ જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે. DyCM હર્ષભાઈ સંઘવીએ આ કાયદાને યુવાનોના ભવિષ્ય માટે વરદાનરૂપ ગણાવતા વડાપ્રધાનનો આભાર માન્યો છે. આ કાયદાના અમલથી કૌભાંડીઓ પર કડક કાર્યવાહી થશે અને વિદ્યાર્થીઓની મહેનતનું સાચું મૂલ્ય જળવાઈ રહેશે તેવી ખાતરી આપવામાં આવી છે.
Advertisement
Anti Paper Leak Bill: દેશભરના યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા અને પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા ઐતિહાસિક પગલાંને ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા વધાવવામાં આવ્યું છે. DyCM હર્ષભાઈ સંઘવી (Harsh Sanghvi) દ્વારા કેન્દ્ર સરકારના એન્ટી પેપર લીક બિલ (Anti Paper Leak Bill) ને ખુલ્લા દિલથી આવકારવામાં આવ્યું છે અને આ મહત્વપૂર્ણ કાયદા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Prime Minister Narendra Modi) નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

