National Unity Message: વિભાજનની કરુણ યાદો તાજી કરી નવી પેઢીને ઇતિહાસથી અવગત કરાવાશે
દેશના ઈતિહાસના સૌથી દર્દનાક અધ્યાય એવા 14 ઓગસ્ટના વિભાજનની યાદમાં દેશભરમાં સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપીને નવી પેઢીને તે સમયની વાસ્તવિકતાથી પરિચિત કરાવવાના પ્રયાસો થશે. અખંડ ભારતના સંઘર્ષો અને ત્યાગની ગાથાને ઉજાગર કરતા આ વિશેષ આયોજનો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા અને સમરસતાની ભાવનાને વધુ દ્રઢ કરવાનો છે.
Advertisement
Partition Horrors Remembrance Day: ભારત (India) ના ઈતિહાસમાં 14 ઓગસ્ટ (August 14) નો દિવસ દેશના વિભાજનની દર્દનાક યાદો સાથે જોડાયેલો છે. આ ભયાનક સમયગાળામાં અનેક લોકોએ પોતાના સ્વજનો અને ઘરબાર ગુમાવ્યા હતા. તે પીડિતોની વેદના અને બલિદાનને યાદ કરવા માટે દર વર્ષે 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (Partition Horrors Remembrance Day) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ દેશભરમાં સંવેદનશીલતાપૂર્ણ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

