Ahmedabad: મનપસંદ જીમખામાં ચાલતા જુગારના અડ્ડા પર SMC ની રેડ, 100થી વધુ જુગારીઓ પકડાયા
શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતા અસામાજિક તત્વો અને જુગારીઓ સામે જ્યારે રાજ્ય સ્તરની એજન્સીઓ સક્રિય બને, ત્યારે મોટા પર્દાફાશ થતા હોય છે. અમદાવાદના એક સંવેદનશીલ વિસ્તારમાં ખાનગી અડ્ડા પર પડેલા અચાનક દરોડાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરી દીધા છે. એક જીમખાનાની આડમાં ચાલતા આ ગુપ્ત ખેલના કાળા કારનામા જ્યારે ઉઘાડા પડ્યા, ત્યારે રેકોર્ડબ્રેક આંકડો સામે આવ્યો.
Advertisement
SMC Raid Ahmedabad Dariyapur: અમદાવાદ (Ahmedabad) શહેરના સંવેદનશીલ અને ગીચ વસ્તી ધરાવતા દરિયાપુર (Dariyapur) વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ દ્વારા એક અત્યંત શાનદાર અને મોટી રેડ પાડવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દરિયાપુર વિસ્તારમાં આવેલા જાણીતા મનપસંદ જીમખાના (Manpasand Gymkhana) ની આડમાં ગુપ્ત રીતે એક વિશાળ જુગારધામ (Gambling Den) ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી SMC ના અધિકારીઓને મળી હતી. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અચાનક આ સ્થળ પર દરોડો પાડતા સ્થાનિક પોલીસ બેડામાં પણ ભારે દોડધામ મચી જવા પામી હતી.

