Vande Bharat Train Saves Life: વંદે ભારત ટ્રેન ફરી બની જીવનરક્ષક, 3 દિવસમાં બીજી વખત દાતા હૃદયનું પરિવહન
માનવતા અને આધુનિક તંત્ર જ્યારે એકસૂત્રમાં બંધાઈને કામ કરે, ત્યારે મોતના મુખમાંથી પણ જિંદગીને પરત ખેંચી શકાતી છે. ગુજરાતની ધરા પર મેડિકલ ક્ષેત્રે એક એવો ચમત્કાર સર્જાયો છે કે જ્યાં ટ્રેન માત્ર મુસાફરો માટે જ નહીં, પરંતુ એક ધબકારાને જીવતદાન આપવાનું અદ્ભુત માધ્યમ બની ગઈ. અદભુત સંકલન અને ઝડપી નિર્ણયોએ દર્દી માટે ખુશીના નવા સૂર્યોદય સર્જ્યા છે.
Advertisement
Vande Bharat Train Saves Life: ભારતીય રેલવે (Indian Railways) ની પ્રખ્યાત અને અધતન વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) ટ્રેન ફરી એકવાર અણમોલ માનવજીવન બચાવવા માટે 'જીવનરક્ષક' સાબિત થઈ છે. મેડિકલ ક્ષેત્રે અદ્ભુત ઉદાહરણ પૂરું પાડતા માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત દાતાના હૃદય (Donor Heart Transportation) નું રેલવે માધ્યમથી અત્યંત સુરક્ષિત અને ઝડપી પરિવહન કરવામાં આવ્યું છે. આ અદભુત સંકલનને કારણે એક ગંભીર દર્દીને નવજીવન મળ્યું છે.

