Gujarat First Health Conclave: ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા આયોજિત હેલ્થ કોન્ક્લેવ (Gujarat First's Health Conclave) માં વિશ્વાસ, સર્વગ્રાહી આરોગ્યસેવા અને અદ્યતન તબીબી નિપુણતા માટે અમદાવાદના ખ્યાતનામ સ્પાઇન સર્જન અને ઓર્થોપેડિક નિષ્ણાત ડૉ. એમ. એમ. પ્રભાકર (Dr. M. M. Prabhakar) ને ‘હેલ્થ આઈકોન’ (Health Icon of Gujarat-2026) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડૉ. એમ. એમ. પ્રભાકરને 'Health Icon' એવોર્ડથી નવાજાયા
ગુજરાતમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવામાં જેમનું યોગદાન અનન્ય છે, તેવા SMS HOSPITAL AHMEDABAD ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એમ. એમ. પ્રભાકરને 'Gujarat First' દ્વારા આયોજિત 'Health Conclave' માં 'Health Icon of Gujarat-2026' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. તેમને આ ગૌરવપૂર્ણ સન્માન તેમના પર અતૂટ વિશ્વાસ, સર્વગ્રાહી આરોગ્યસેવા અને અદ્યતન તબીબી નિપુણતા માટે એનાયત કરવામાં આવ્યું છે.
![SMS HOSPITAL AHMEDABAD-DR. M M Prabharkar- Gujarat First Health Conclave- Health Icon of Gujarat-2026- Gujarat first 2]()
ડૉ. એમ. એમ. પ્રભાકરનો પરિચય
ડૉ. એમ. એમ. પ્રભાકર ભારતના એક ખૂબ જ જાણીતા અને અગ્રણી સ્પાઇન સર્જન તેમજ ઓર્થોપેડિક નિષ્ણાત છે. તેઓ ઓર્થોપેડિક્સ અને સ્પાઈન સર્જરી ક્ષેત્રે 40 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં તેઓ અમદાવાદના ચાંદખેડા ખાતે આવેલી 350-બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, SMS HOSPITAL AHMEDABAD ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે, જ્યાં દર્દીઓને 24 કલાક ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
ડૉ. એમ. એમ. પ્રભાકરની કારકિર્દી
તેમની સુવર્ણ કારકિર્દી પર નજર કરીએ તો, ડૉ. પ્રભાકરે સિવિલ હોસ્પિટલમાં સળંગ 16 વર્ષ સુધી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે શ્રેષ્ઠ સેવાઓ આપી છે. આ ઉપરાંત, તેઓ સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં 25 વર્ષ સુધી ડિરેક્ટર તરીકે રહ્યા હતા અને B. J. Medical College માં ઓર્થોપેડિક્સ વિભાગના પ્રોફેસર તથા હેડ (HOD) તરીકે કાર્ય કરી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલને મુંબઈ ખાતે CMO ASIA દ્વારા 'National Award for Excellence in Healthcare' (Outstanding Achievement Award) થી પણ સન્માનિત કરવામાં આવી હતી.
![SMS HOSPITAL AHMEDABAD-DR. M M Prabharkar- Gujarat First Health Conclave- Health Icon of Gujarat-2026- Gujarat first 2]()
કાર્યક્રમમાં આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા આયોજિત આ ભવ્ય હેલ્થ કોન્કલેવમાં ( Health Conclave) માં રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા (Prafulbhai Pansheriya) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ડૉ. એમ. એમ. પ્રભાકરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ (Mukeshbhai Patel), ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર જસ્મીનભાઈ પટેલ (Jasminbhai Patel) અને ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) તેમજ સાંસદ દિનેશભાઇ મકવાણા, ધારાસભ્ય અમિતભાઇ ઠાકર , મેયર હિતેશભાઇ બારોટ ,IMA ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અનિલભાઇ નાયક , IMA ગુજરાતના પ્રેસિડેન્ટ અનિલભાઇ પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આરોગ્ય ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવનાર અન્ય તબીબોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Gujarat First Health Conclave: Gym Loung Bharat ગુજરાતની સૌથી વિશાળ ફિટનેસ ચેઇન, Vijay Singh Sengar નું સન્માન