Gujarat First Health Conclave માં ડૉ. નિશ્ચલ ભટ્ટનું સન્માન
હેલ્થ કોન્ક્લેવમાં આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા (Health Minister Prafulbhai Pansheriya) ના હસ્તે ડૉ. નિશ્ચલ ભટ્ટને આ ગૌરવપૂર્ણ સન્માન આપવામાં આવ્યું હતું. આ સન્માન તેમના 27 વર્ષના લાંબા અને નિષ્ઠાવાન તબીબી અનુભવ, કિશોર આરોગ્ય માટેની તેમની દૂરંદેશી અને સમાજ પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ સેવાઓની વ્યાપક ઓળખ સમાન છે.
ડૉ. નિશ્ચલ ભટ્ટનો પરિચય
ડૉ. નિશ્ચલ ભટ્ટે (Dr. Nishchal Bhatt) 1999 માં વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી બાળરોગમાં એમબીબીએસ તેમ જ એમડી પૂર્ણ કર્યું છે. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી કિશોરોના આરોગ્ય પર સમર્પિત અભ્યાસક્રમ, કિશોરોના બાળરોગમાં વિશેષ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા (PGD-AP) પણ કર્યો છે.
સિદ્ધિઓ
તેમની સિદ્ધિઓની લાંબી યાદી છે. તેઓ એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (AOP) - ગુજરાતના સક્રિય સભ્ય છે. તેઓ 2018 માં "એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ" , ગુજરાતના પ્રમુખ હતા. એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ એ ગુજરાત રાજ્યના બાળરોગ નિષ્ણાતોનું સંગઠન છે જેમાં 2300 થી વધુ બાળરોગ નિષ્ણાતોનો સમાવેશ થાય છે.
![CHILDRENHOSPITAL TEEAGE CLINIC_DR.NISCHAL V.BHATT_gujarat first health convlave in ahmedabad _ Gujarat first]()
શા માટે ડૉ. નિશ્ચલ ભટ્ટને આ એવોર્ડ મળ્યો ?
27 વર્ષની નિષ્ઠાવાન સેવા :
બાળકોનું સ્વાસ્થ્ય એ માત્ર પરિવારની ચિંતાનો વિષય નથી, પરંતુ તે દેશના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. અમદાવાદ સ્થિત ‘ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ ટીનેજ ક્લિનિક’ના સ્થાપક અને જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. નિશ્ચલ વી. ભટ્ટ છેલ્લા અઢી દાયકાથી વધુ સમયથી બાળ અને કિશોર આરોગ્ય ક્ષેત્રે અસાધારણ યોગદાન આપી રહ્યા છે.
વર્ષ 1999 થી બાળરોગ નિષ્ણાત (Pediatrician) તરીકે કાર્યરત ડૉ. નિશ્ચલ ભટ્ટે હજારો બાળકોના જીવનમાં નવું સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસનો સંચાર કર્યો છે. માત્ર શારીરિક સારવાર જ નહીં, પરંતુ બાળકો અને કિશોરોના સર્વાંગી વિકાસ માટે તેમણે જે પ્રતિબદ્ધતા દાખવી છે, તે સમાજ માટે પ્રેરણારૂપ છે.
કિશોર આરોગ્યમાં વિશેષ નિપુણતા
આજના યુગમાં કિશોરાવસ્થાના પડકારોને સમજવા ખૂબ જ મહત્વના છે. ડૉ. નિશ્ચલ ભટ્ટ કિશોરોના શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ માટે નિરંતર કાર્યરત છે. તેઓ ઈન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ (IAP) અને અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) ના કિશોર આરોગ્ય રાજદૂત તરીકે યુવા પેઢીમાં આરોગ્ય જાગૃતિ લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
કપરા કાળમાં પણ અવિરત સેવા
કોવિડ-19 (Covid-19) જેવી કપરી વૈશ્વિક મહામારી દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વ થંભી ગયું હતું, ત્યારે ડૉ. નિશ્ચલ ભટ્ટે (Dr. Nishchal Bhatt) ગુજરાત સરકારની ‘કોવિડ-19 ઇમ્યુનાઇઝેશન ટાસ્ક ફોર્સ’ના સભ્ય તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. તેમની તજજ્ઞતાએ અનેક લોકો સુધી યોગ્ય માર્ગદર્શન અને આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મદદ કરી હતી.
નવી દ્રષ્ટિ અને નેતૃત્વ
વર્તમાન વર્ષ 2025 માં ‘કિશોર આરોગ્ય એકેડમી, ગુજરાત’ના અધ્યક્ષ તરીકે તેઓ યુવા આરોગ્ય ક્ષેત્રે નવી દિશા અને વિઝન સાથે કામ કરી રહ્યા છે. તેમનું કાર્યક્ષેત્ર માત્ર હોસ્પિટલ સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ એક સામાજિક જવાબદારી સાથે ભાવિ પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા માટે કટિબદ્ધ છે.
![CHILDRENHOSPITAL TEEAGE CLINIC_DR.NISCHAL V.BHATT_gujarat first health convlave in ahmedabad _ Gujarat first]()
વૈશ્વિક અને રાષ્ટ્રીય સ્તરે યોગદાન
તેઓ ઈન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ (IAP) અને અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA)ના કિશોર આરોગ્ય રાજદૂત તરીકે યુવા પેઢીમાં આરોગ્યની જાગૃતિ ફેલાવી રહ્યા છે.
નવું નેતૃત્વ: ‘કિશોર આરોગ્ય એકેડમી, ગુજરાત’ના વર્ષ 2025 ના અધ્યક્ષ તરીકે તેઓ રાજ્યભરમાં કિશોર સ્વાસ્થ્ય માટે એક નવું માળખું અને દ્રષ્ટિ તૈયાર કરી રહ્યા છે.
કાર્યક્રમમાં આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
ગુજરાત ફર્સ્ટના હેલ્થ કોન્કલેવમાં સર્વશ્રેષ્ઠ તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એવા ડોક્ટરની કામગીરીને બિરદાવવામાં આવી જેમણે આરોગ્ય ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાત ફર્સ્ટના આ મોટા મંચ પર આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ,ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર જસ્મીનભાઈ પટેલ અને ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનૂભાવોએ એવોર્ડ આપીને કાર્યક્રમને ચારચાંદ લગાવ્યા હતા.
'આ એવોર્ડ વધુ ઉત્સાહ-જવાબદારી સાથે બાળકોના સ્વાસ્થ્ય માટે કામ કરવાની પ્રેરણા'
ડૉ. નિશ્ચલ વી. ભટ્ટનું જીવન અને તેમનું કાર્ય એ વાતની સાબિતી છે કે જ્યારે સેવાને વિજ્ઞાન અને કરુણાની જોડ મળે છે, ત્યારે સમાજમાં મોટું પરિવર્તન લાવી શકાય છે. આ એવોર્ડ ડૉ. નિશ્ચલ ભટ્ટની કાર્યનિષ્ઠા અને તેમની 'ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ ટીનેજ ક્લિનિક' દ્વારા અમદાવાદમાં આપવામાં આવતી શ્રેષ્ઠ તબીબી સેવાઓ પર મહોર મારે છે. આ પ્રસંગે તેમણે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે આ એવોર્ડ એ તેમના માટે વધુ ઉત્સાહ અને જવાબદારી સાથે બાળકોના સ્વાસ્થ્ય માટે કામ કરવાની નવી પ્રેરણા છે.
આ પણ વાંચો: Gujarat First Health Conclave: અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ Dr.Rakesh Joshi, જેઓ હોનારત સમયે બન્યા માનવતાનું કવચ