આરોગ્યમંત્રી અને અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં ડૉ. પરિમલ દેસાઈનું સન્માન
આ હેલ્થ કોન્ક્લેવમાં આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા (Health Minister Prafulbhai Pansheriya) ના હસ્તે એવા ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું, જેમણે નિઃસ્વાર્થ ભાવે દર્દીઓની સેવા કરી છે. આ તબીબોમાં જાણીતા નેત્રરોગ નિષ્ણાત ડૉ. પરિમલ દેસાઈને 'હેલ્થ આઈકોન એવોર્ડ'થી સન્માનિત કરાયા હતા. ડૉ. પરિમલ દેસાઈ (Dr. Parimal Desai) અમદાવાદના એક અનુભવી આઈ સર્જન છે અને 'ક્યોર સાઈટ લેસર સેન્ટર'ના માધ્યમથી તેઓ લાખો દર્દીઓને નવી દ્રષ્ટિ આપી રહ્યા છે.
![]()
ગુજરાતનું પ્રથમ અને ભારતનું ત્રીજું લેસિક સેન્ટર
ક્યોર સાઇટ લેસર સેન્ટરનો ઇતિહાસ ગૌરવપૂર્ણ રહ્યો છે. તે ગુજરાતનું પ્રથમ અને ભારતનું ત્રીજું લેસિક સેન્ટર હોવાનું બહુમાન ધરાવે છે. છેલ્લા ત્રણ દાયકામાં, આ સેન્ટરે લેસિક, કોન્ટુરા અને ફેમ્ટો લેસિક જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 4 લાખથી વધુ લેસર વિઝન કરેક્શન સર્જરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. સર્જરીની આટલી વિશાળ સંખ્યા તેને ભારત જ નહીં, પણ વિશ્વના અગ્રણી લેસિક સેન્ટરોની હરોળમાં સ્થાન અપાવે છે.
દાયકાઓનો અનુભવ દર્દીઓ માટે આશીર્વાદ સમાન
ડૉ. પરિમલ દેસાઈ માત્ર એક સર્જન નથી, પરંતુ વિઝન કરેક્શન ક્ષેત્રે એક અગ્રણી નામ છે. આંખના વિવિધ રોગો, મોતિયાની જટિલ સર્જરીઓ અને ICL (Implantable Collamer Lens) જેવી આધુનિક પ્રક્રિયાઓમાં તેમનો દાયકાઓનો અનુભવ દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. લેસર રિફ્રેક્ટિવ સર્જરી ક્ષેત્રે તેમના અસાધારણ યોગદાનની નોંધ લેતા, વર્ષ 2017 માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. પ્રણવ મુખર્જીના હસ્તે તેમને પ્રતિષ્ઠિત 'ડૉ. બી.સી. રોય રાષ્ટ્રીય પુરસ્કાર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
![Dr. Parimal Desai-Gujaratfirst 2]()
આંખોની જટિલ સર્જરી
આજે ક્યોર સાઇટ લેસર સેન્ટર ' ખાસિયત એ છે કે તે અત્યાધુનિક મશીનરી અને માનવીય સંવેદનાઓનું અનોખું મિશ્રણ ધરાવે છે. જટિલ આંખના રોગોથી લઈને સામાન્ય દ્રષ્ટિ સુધારણા સુધી, દરેક દર્દીને અહીં વિશ્વસ્તરીય સારવાર મળે છે. ડૉ. દેસાઈના નેતૃત્વમાં, આ કેન્દ્ર સતત નવી ટેક્નોલોજી અપનાવીને દર્દીઓને ચશ્મા મુક્ત જીવન આપવાના ઉમદા કાર્યમાં સમર્પિત છે. અમદાવાદની મધ્યમાં આવેલું આ સેન્ટર આવનારા સમયમાં પણ નેત્ર ચિકિત્સામાં નવા સીમાચિહ્નો સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
કાર્યક્રમમાં આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત આ હેલ્થ કોન્કલેવમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત સાંસદ દિનેશભાઇ મકવાણા (MP Dineshbhai Makwana), ધારાસભ્ય અમિતભાઇ ઠાકર (MLA Amitbhai Thakar), મેયર હિતેશભાઇ બારોટ (Mayor Hiteshbhai Barot), IMA ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અનિલભાઇ નાયક (IMA India President Anilbhai Nayak), IMA ગુજરાતના પ્રેસિડેન્ટ અનિલભાઇ પટેલ (IMA Gujarat President Anilbhai Patel), શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ (Shri Siddhi Media Group Chairman Mukeshbhai Patel), ચેનલ હેડ ડૉ.વિવેકકુમાર ભટ્ટ (Channel Head Dr. Vivek Kumar Bhatt) અને આરોગ્ય ક્ષેત્રના વિવિધ ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Gujarat First Health Conclave: પાલનપુરના Dr. Ekant Gupta ની સિદ્ધિનો ડંકો, લીવરની ગંભીર બીમારીઓથી દર્દીઓને આપી મુક્તિ