Gujarat First Health Conclave : મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ક્ષેત્રે યોગદાન આપનાર KD HOSPITAL ને એવોર્ડ હેલ્થ આઈકોન 2026' એનાયત
અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલી KD Multispeciality Hospital આધુનિક સારવાર, નિષ્ણાત તબીબો અને શ્રેષ્ઠ હેલ્થકેર સેવાઓ માટે જાણીતી છે. હોસ્પિટલના ઉત્તમ યોગદાનને ધ્યાનમાં રાખીને Gujarat First Health Conclaveમાં તેને ‘Health Icon’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. KD Hospital આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સારવાર અને વિશ્વસનીય સેવાઓ સાથે આગવી ઓળખ બનાવી રહી છે.
Advertisement
Gujarat First Health Conclave : ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા આયોજિત Gujarat First's Health Conclave માં મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનાર કેડી હોસ્પિટલ (KD Hospital)ને પ્રતિષ્ઠિત ‘હેલ્થ આઈકોન’ (Health Icon) એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સન્માન કેડી હોસ્પિટલ (KD Hospital) વતી ડૉ. આર. દિક્ષિત (Dr. R. Dixit) અને વિવેક ત્રિપાઠી (Vivek Tripathi) દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. આ એવોર્ડ હોસ્પિટલ દ્વારા આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવી રહેલી શ્રેષ્ઠ કામગીરી, આધુનિક સારવાર પદ્ધતિઓ અને દર્દીઓને આપવામાં આવતી ગુણવત્તાયુક્ત સેવાઓની નોંધ તરીકે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

