Gujarat First Health Conclave: અમદાવાદ સ્થિત જાણીતા ‘સનફ્લાવર ઇન્ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સેન્ટર’ના સ્થાપક અને વરિષ્ઠ તબીબ ડૉ. આર. જી. પટેલ (Dr. R. G. Patel) ને તાજેતરમાં હેલ્થકેર લીડરશીપમાં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘ગુજરાત ફર્સ્ટ’ (Gujarat First) દ્વારા આયોજિત હેલ્થ કોન્ક્લેવ (Health Conclave) માં આરોગ્ય ક્ષેત્રના દિગ્ગજ તબીબોની ઉપસ્થિતિમાં તેમને આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.
સનફ્લાવર IVF ના સ્થાપક Dr. R. G. Patel ને આરોગ્યમંત્રીના હસ્તે એવોર્ડ
આ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના વરદ હસ્તે ડૉ. આર. જી. પટેલને આરોગ્ય ક્ષેત્રે તેમની અસાધારણ અને પ્રશંસનીય કામગીરી માટે ‘હેલ્થ આઈકોન’ (Health Icon) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેમના હેલ્થકેર લીડરશીપમાં રહેલા અસાધારણ નેતૃત્વ, દર્દી-પ્રથમના અભિગમ અને તબીબી સમુદાયમાં આપેલા નોંધપાત્ર યોગદાનની ઓળખ છે.
![Gujarat First Health Conclave-Dr. R. G. Patel-Gujarat First]()
વંધ્યત્વ નિવારણ ક્ષેત્રે અપ્રતિમ સેવા
ડૉ. આર. જી. પટેલ માત્ર એક તબીબ જ નહીં, પરંતુ આરોગ્ય ક્ષેત્રના પ્રેરણાસ્તંભ સમાન છે. ફર્ટિલિટી અને આઈવીએફ (IVF) ક્ષેત્રમાં અત્યાધુનિક ટેક્નોલોજીના સફળ અમલીકરણ દ્વારા તેમણે હજારો વંધ્યત્વથી પીડાતા દંપતીઓના માતા-પિતા બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના દ્વારા સ્થાપિત સનફ્લાવર ઇન્ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સેન્ટર આજે અનેક દંપતીઓ માટે આશાનું કિરણ બન્યું છે.
આ સન્માનથી ડૉ. પટેલના લાંબા ગાળાના સમર્પણ અને તબીબી સેવાને એક મોટી વૈશ્વિક માન્યતા મળી છે, જે આવનારી પેઢીના તબીબો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
![Gujarat First Health Conclave-Dr. R. G. Patel-Gujarat First]()
કાર્યક્રમમાં આ મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા આયોજિત આ ભવ્ય હેલ્થ કોન્કલેવમાં ( Health Conclave) માં રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા (Prafulbhai Pansheriya) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી સિદ્ધિ મીડિયા ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ (Mukeshbhai Patel), ગુજરાત ફર્સ્ટનાં મેનેજિંગ ડિરેક્ટર જસ્મીનભાઈ પટેલ (Jasminbhai Patel) અને ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) તેમજ સાંસદ દિનેશભાઇ મકવાણા, ધારાસભ્ય અમિતભાઇ ઠાકર , મેયર હિતેશભાઇ બારોટ ,IMA ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અનિલભાઇ નાયક , IMA ગુજરાતના પ્રેસિડેન્ટ અનિલભાઇ પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આરોગ્ય ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવનાર અન્ય તબીબોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Gujarat First Health Conclave: શ્રુતિ ENT હોસ્પિટલના Dr. Saumitra Shah Health Icon એવોર્ડથી થયા સન્માનિત, આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા