રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી...ગુજરાતથી: ગુજરાત ફર્સ્ટ દ્વારા 23 રત્નોનું મહાસન્માન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રહેશે ઉપસ્થિત
Gujarat Ratna Awards: ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) દ્વારા 23 ઓગસ્ટ 2026, રવિવારના રોજ અમદાવાદ સ્થિત હોટેલ લે મેરિડીયન ખાતે 'રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી...ગુજરાતથી' ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરાયું છે. મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિવિધ ક્ષેત્રના 23 રત્નોનું વિશેષ સન્માન કરવામાં આવશે.
Advertisement
Gujarat Ratna Awards: ગુજરાતની પવિત્ર અને પ્રગતિશીલ ધરતી પર સદીઓથી એવી વિરલ પ્રતિભાઓ જન્મ લેતી રહી છે, જેમણે પોતાના અસાધારણ કાર્યો અને વિઝન થકી માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર ભારતના વિકાસને એક નવી ઊંચાઈ અને નવી દિશા આપી છે. દેશના વિકાસમાં અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા આવા જ ગૌરવવંતા રાષ્ટ્રનિર્માતાઓને બિરદાવવા માટે અગ્રણી ન્યૂઝ ચેનલ 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First News) ફરી એકવાર એક ભવ્ય અને પ્રતિષ્ઠિત મંચ લઈને આવી રહ્યું છે. આગામી 23 ઓગસ્ટ 2026, રવિવારના રોજ 'રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી...ગુજરાતથી' વિશેષ સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

