Gujarat First Appeals to Vote: અમદાવાદથી સુરત સુધી ગુંજ્યો મતાધિકારનો અવાજ, યુવાનોમાં અનેરો ઉત્સાહ
- 26એપ્રિલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat Local Body Election) માટે મતદાન
- 'ગુજરાત ફર્સ્ટ' ના મતદાન જાગૃતિ અભિયાનને મળ્યો પ્રચંડ પ્રતિસાદ
- અમદાવાદથી સુરત સુધી ગુંજ્યો મતાધિકારનો અવાજ
- વડોદરામાં યુવાનોએ 100 ટકા મતદાન માટે કરી હાકલ
Gujarat First Appeals to Vote: ગુજરાતભરમાં આગામી 26 એપ્રિલ 2026 ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Election) ને ધ્યાનમાં રાખીને 'ગુજરાત ફર્સ્ટ' ન્યૂઝ ચેનલ (Gujarat First News) દ્વારા એક વિશેષ મતદાન જાગૃતિ અભિયાન (Voting Awareness Campaign) શરૂ કરવામાં આવ્યું છે. લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી બને અને સો ટકા મતદાન (100% Voting) થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્ય શહેરોમાં લોકોના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા.
Gujarat First : સુરત શહેરની સુખાકારી માટે મતદાન અનિવાર્ય
સુરત (Surat) ના મતદાતાઓએ 'ગુજરાત ફર્સ્ટ' ના આ અભિયાનને આવકારતા જણાવ્યું હતું કે, દેશ, રાજ્ય અને શહેરના વિકાસ (Development) માટે મતદાન કરવું અત્યંત જરૂરી છે. નાગરિકોએ ભાર મૂક્યો હતો કે જો આપણે મતદાન નથી કરતા, તો આપણી એક ભૂલને કારણે ખોટો ઉમેદવાર ચૂંટાઈ શકે છે, જે શહેરના હિતમાં ન હોય.
સોસાયટીના દરેક નાગરિકે પોતાની ફરજ સમજીને મતદાન કરવું જોઈએ. ખાસ કરીને વૃદ્ધોને વાહનની વ્યવસ્થા કરી મતદાન મથક (Polling Station) સુધી લઈ જવા જોઈએ જેથી તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.
અમદાવાદમાં યુવા શક્તિનો 100 ટકા મતદાનનો સંકલ્પ
અમદાવાદ (Ahmedabad) ના યુવાનોએ લોકશાહીને મજબૂત બનાવવા માટે "પહેલા મતદાન, પછી અન્ય કામ" (First Vote, Then Work) નું સૂત્ર અપનાવ્યું છે. યુવાનોનું માનવું છે કે તેમનો એક મત દેશનું ભવિષ્ય બદલવાની તાકાત ધરાવે છે. જવાબદાર નાગરિક (Responsible Citizen) બનવા માટે મતાધિકારનો સચોટ ઉપયોગ કરવો જોઈએ. યુવાનોએ 26 એપ્રિલના રોજ વહેલી સવારે ઉઠીને સૌથી પહેલા મતદાન કરવા અને અન્ય લોકોને પણ પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો છે.
વડોદરામાં સ્થાનિક મુદ્દાઓ અને કર્તવ્યની વાત
વડોદરા (Vadodara) માં યુવાનોએ મતદાનને લોકશાહીનું પવિત્ર પર્વ ગણાવ્યું હતું. વડોદરાના મતદારોએ જણાવ્યું કે મતદાન દ્વારા જ આપણે આપણા સ્થાનિક પ્રતિનિધિ (Local Representative) ને પસંદ કરી શકીએ છીએ, જે આપણા વિસ્તારના પ્રશ્નોને વાંચા આપી શકે. યુવાનોએ પોતાની સાથે પરિવાર અને પડોશીઓને પણ મતદાન પ્રક્રિયામાં જોડવા માટે હાકલ કરી છે, જેથી સ્થાનિક મુદ્દાઓને ધ્યાને રાખી સાચી સરકાર પસંદ કરી શકાય.
ભાવનગરમાં રાષ્ટ્રીય પર્વની જેમ ઉજવણીની અપીલ
ભાવનગર (Bhavnagar) ના જાગૃત નાગરિકોએ 26તારીખના રોજ વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટી પડવા અપીલ કરી છે. યુવાનો, વડીલો અને ખાસ કરીને મહિલાઓ (Women) લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
ભાવેણાના લોકોએ મતદાનને એક પવિત્ર ફરજ અને જવાબદારી (Duty and Responsibility) ગણાવી છે. શહેરના વિકાસ માટે જાગૃત રહીને વોટ આપવો એ દરેક નાગરિકનું યોગદાન છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ, 26 એપ્રિલે મતદાન, લોકશાહીના પર્વમાં જોડાવા 'Gujarat First News' ની ખાસ અપીલ


