Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અંગદાનમાં ગુજરાત સરકારનો પતંગ સાતમા આસમાને, ઉત્તરાયણ પર્વે મહાદાનની અનોખી પહેલ

મકરસંક્રાંતિના પર્વ પર દાનનું મહત્ત્વ : દરેક વ્યક્તિ અંગદાન માટે સંકલ્પબદ્ધ બને તેવી અપીલ કરવામાં આવી હતી. એકનું અંગદાન અનેક માટે જીવનદાન પુરવાર થાય છે એટલે જ એ મહાદાન ગણાય છે.
અંગદાનમાં ગુજરાત સરકારનો પતંગ સાતમા આસમાને  ઉત્તરાયણ પર્વે મહાદાનની અનોખી પહેલ
Advertisement
  • ઉતરાયણમાં દાન કરવાનું અનેરુ મહત્વ વર્ણવાયું છે
  • ગુજરાત સરકારે મહાદાનમાં પણ ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું
  • અંગદાનની પ્રવૃતિને સરકાર મહત્તમ ઉત્તેજન આપી રહી છે

અમદાવાદ : મકરસંક્રાંતિના પર્વ પર દાનનું મહત્ત્વ : દરેક વ્યક્તિ અંગદાન માટે સંકલ્પબદ્ધ બને તેવી અપીલ કરવામાં આવી હતી. એકનું અંગદાન અનેક માટે જીવનદાન પુરવાર થાય છે એટલે જ એ મહાદાન ગણાય છે. અંગોની પીડાથી પીડાતા દર્દીના જીવનના પતંગની દોર ન કપાઇ જાય તે માટે અંગદાન કરીએ. ગુજરાતમાં વર્ષ-2024 માં 119 અંગદાનથી 387 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. વર્ષ-2023 માં સરેરાશ 147 અંગદાન થયા, જે વર્ષ 2024 ની સરખામણીએ 20 % વધારે હતા. વર્ષ 2024 માં સરકારી સંસ્થામાં 441 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે પહોંચી ચુક્યું છે.

આશરે 6615 વ્યક્તિઓ (15 વ્યક્તિ/ટ્રાન્સપ્લાન્ટ) અને 1543 કલાક (3.5 કલાક સરેરાશ)ની અથાક મહેનતના અંતે 441 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા છે. જે પોતાનામાં એક રેકોર્ડ છે. વર્ષ 2024 માં 66 લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. અંદાજીત 726 વ્યક્તિઓ(20 વ્યક્તિ/ટ્રાન્સપ્લાન્ટ) અને 1188 કલાક (11 કલાક સરેરાશ)ની મહેનતના અંતે 66 સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

Advertisement

વર્ષ -2024 માં ગુજરાતમાં 119 બ્રેઇનડેથ ડોનરમાંથી 210 કિડની,109 લીવર, 34 હ્રદય, 26 ફેફસાઓ, 2 સ્વાદુપિંડ, 1 નાનું આંતરડું, 5 હાથના ડોનેશન મળ્યાં હતા. બ્રેઇન ડેથ અને અંગદાન અંગે મહત્તમ લોકો જાગૃત થાય તે ખુબ જ જરૂરી છે.

Advertisement

ભારતીય વેદોમાં, શાસ્ત્રોમાં મકરસંક્રાતીના તહેવારમાં દાનનો અનેરો મહિમા વર્ણવવામાં આવ્યો છે.અન્નદાન, વસ્ત્રદાન જેવા દાન આપણે આ પવિત્ર દિવસે કરીએ છીએ.
પરંતુ પ્રવર્તમાન સમયે સૌથી મહત્વનું દાન હોય તો એ છે "અંગદાન".

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાતમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તે માટે રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસ હાથ ધરાયા છે.દાન વીરોનું આભુષણ છે જ્યારે, ગુજરાતીઓ દાન આપવામાં સમગ્ર વિશ્વમાં આગેસર છે. ‘અંગદાન મહાદાન’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી ગુજરાત અંગદાન ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહ્યું છે. ખાસ કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે.

છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાં 583 બ્રેઇનડેથ વ્યક્તિઓના અંગોના દાન થકી કુલ 1812 અંગોનું દાન મળ્યું છે. અંગદાન માટે કાર્યરત SOTTO એ(સ્ટેટ ઓર્ગન ટિસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનન) જણાવ્યું કે, અમદાવાદ સિવિલ મેડિસીટીની ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર(IKDRC) માં વર્ષ- 2024 માં કુલ 443 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા. જે સરકારી આરોગ્ય સંસ્થામાં સમગ્ર દેશમાં સૌથી વધારે છે

443 માંથી 309 કિડની ટ્રાન્સપ્લાન્ટ લાઈવ(જીવંત) અને 134 કિડની કેડેવર ડોનેશન થી થયા.અત્રે ઉલ્લેખનીય છે કે, એક કિડની ટ્રાન્સપ્લાન્ટમાં લગભગ 15 મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. તેમાં મુખ્યત્વે ૫ મેડિકલ સ્ટાફ અને 10 પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. એક કિડની ટ્રાન્સપ્લાન્ટમાં લગભગ 3 થી 4 કલાકનો સમય લાગે છે .

આમ, અંદાજીત 6615 વ્યક્તિઓ અને 1543 કલાક(3.5 કલાક સરેરાશ)ની મહેનતના અંતે 441 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા. વર્ષ - 2024 માં કુલ 66 લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે.જેમા 62 લીવર ટ્રાન્સપ્લાન્ટ કેડેવર ડોનેશનથી અને ૪ લાઈવ(જીવંત) ડોનેશનથી થયા છે. એક લીવર પ્રત્યારોપણ માં 18 મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે. તેમાં મુખ્યત્વે 8 મેડિકલ સ્ટાફ અને 10 પેરામેડિકલ સ્ટાફ કાર્યરત હોય છે.જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટમાં લગભગ 10 થી 12 કલાક નો સમય લાગતો હોય છે.

અંદાજીત 726 વ્યક્તિઓ અને 1188 કલાક (11 કલાક સરેરાશ) ની મહેનતના અંતે 66 સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા. કિડની ટ્રાન્સપ્લાન્ટ ના દર્દીઓને 2 થી 4 અઠવાડિયા અને લીવર ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને 2 થી 5 અઠવાડિયાનો સમય પોસ્ટ ઓપેરેટિવ કેરની જરૂરિયાત રહેતી હોય છે. અત્રે નોંધનીય બાબત એ છે કે, આ વર્ષે ગુજરાતમાં 119 બ્રેઇનડેથ ડોનરમાંથી 210 કિડની, 109 લીવર, 34 હ્રદય, 26 ફેફસાઓ, 2 સ્વાદુપિંડ, 1 નાનું આંતરડું, 5 હાથના ડોનેશન મળ્યાં છે. છેલ્લા 6 વર્ષમાં ગુજરાતમાં 583 બ્રેઇનડેથ ડોનરમાંથી 994 કિડની, 508 લીવર, 130 હ્રદય, 130 ફેફસાઓ, 15 સ્વાદુપિંડ, 10 નાના આંતરડા, 5 હાથના ડોનેશન મળીને કુલ 1812 કેડેવર મળ્યા.

છેલ્લા ત્રણ વર્ષમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે સરકાર દ્વારા કરવામાં આવેલ જરૂરી સુધારા

* મોટા જિલ્લાઓ પૂરતા અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ સીમિત ન રાખીને જિલ્લા સ્તરે પણ આ વ્યવસ્થાઓ કાર્યરત કરી
* જુનાગઢ, મોરબી, રાજકોટ બનાસકાંઠા જેવા જિલ્લાઓમાંથી પણ બ્રેઇન ડેથ અંગદાન મળતા થયા
* અંગદાનના જનજાગૃતિ ઝુંબેશને મહાઝુંબેશ તરીકે હાથ ધરી
* G-DoT માર્ગર્શિકામાં સુધારો કરીને અંગ ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીઓની નોંધણીમાંથી ડોમીસાઈલ સર્ટિફિકેટની જરૂરિયાત દૂર કરાઇ
* ખાનગી હોસ્પિટલ માં ટ્રાન્સપ્લાન્ટ માટે રોસ્ટર લાગુ કરાયું , જેમાં 1,3, અને 5 કોમન પુલ અનુસાર બિનસરકારી હોસ્પિટલોને જ્યારે 2 અને 4 સરકારી હોસ્પિટલોને ટ્રાન્સપ્લાન્ટ માટે મળે છ

Tags :
Advertisement

.

×