NEET આંદોલનકારી વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: રાજ્ય સરકારે કેસ અને FIR પરત ખેંચવાનો લીધો નિર્ણય
NEET Protest Gujarat: NEET આંદોલન મુદ્દે રાજ્ય સરકારે મોટો નિર્ણય લેતા વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી તમામ પોલીસ ફરિયાદો અને FIR પરત ખેંચવાની જાહેરાત કરી છે. હવે યુવાનો સામે કોઈ નવી કાનૂની કાર્યવાહી નહીં થાય. આંદોલનકારી વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે પોલીસ તંત્રને કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી છે.
Advertisement
NEET Protest Gujarat: રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. NEET આંદોલન દરમિયાન નોંધાયેલી તમામ પોલીસ ફરિયાદો અને ગુનાઓ પાછા ખેંચવાની સરકારે જાહેરાત કરી છે. સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી આંદોલનમાં જોડાયેલા સેંકડો વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટી રાહત મળશે અને તેમનું ભવિષ્ય બગાડતા બચશે.

