Gujarat: રાજ્યમાં જન્મ પ્રમાણપત્રને લઈ આરોગ્ય વિભાગની એડવાઈઝરી જાહેર
- Gujarat: રાજ્યમાં બર્થ સર્ટિફિકેટના નવા નિયમો લાગુ
- બાળકના નામ સાથે માતા-પિતાના નામ બાબતે એડવાઈઝરી
- બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે
Gujarat: ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટના નવા નિયમો લાગુ થયા છે. જેમાં જન્મ પ્રમાણપત્રને લઈ આરોગ્ય વિભાગની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં બાળકના નામ સાથે માતા પિતાના નામ બાબતે એડવાઈઝરી છે. જેમાં બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે. તથા બાળકના નામ પાછળ માતાનું નામ અને અટક રાખવા જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પડશે.
કોર્ટ કસ્ટડીના હુકમ સહિતના દસ્તાવેજો રજૂ કરવા પડશે
કોર્ટ કસ્ટડીના હુકમ સહિતના દસ્તાવેજો રજૂ કરવા પડશે. તથા માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાશે. જેમાં બાળકના પિતાના નામ વગર પણ પ્રમાણપત્ર લઈ શકાશે. તેમજ આરોગ્ય વિભાગે જન્મ મરણના દાખલા બાબતેના નિયમો સાથે એડવાઈઝરી જાહેર કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી એડવાઈઝરી પ્રમાણે હવેથી બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે. બાળકના નામ પાછળ માતાનું નામ અને અટક રાખવા જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પડશે. કોર્ટ કસ્ટડીના હુકમ સહિતના દસ્તાવેજો રજૂ કરવા પડશે. માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાશે.
Gujarat: બાળકના પિતાના નામ વગર પણ પ્રમાણપત્ર લઈ શકાશે
ઉલ્લેખનીય છે કે બાળકના પિતાના નામ વગર પણ પ્રમાણપત્ર લઈ શકાશે. એડવાઈઝરી બાબતે જણાવાયું કે, મળેલ મંજૂરી અન્વયે રાજ્ય કક્ષાએથી જન્મ મરણના સંબંધિત રજિસ્ટ્રારો દ્વારા સહાયક દસ્તાવેજોને આધારે અરજદારને કેટલાક કિસ્સામાં જન્મ-મરણના પ્રમાણપત્રમાં જરૂરી સુધારા/વધારા કરી આપવાના થાય છે.
રજિસ્ટ્રાર દ્વારા સહાયક આધાર/પુરાવાને આધારે સુધારો કરવાનો રહે છે
ભારત સરકારના જણાવ્યા મુજબ "અરજદારની દ્વારા જન્મ કે મરણ પ્રમાણપત્રમાં કોઇ પણ જાતનો સુધારો કરવો હોય તો જે-તે રજિસ્ટ્રાર એક જ વાર સુધારો કરી શકે છે. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં, જો સરકાર તરફથી નિયમોમાં ફેરફાર થાય અને જન્મ મરણની નોંધમાં ફેરફાર કરવાની જરૂર પડે તો રજિસ્ટ્રાર દ્વારા સહાયક આધાર/પુરાવાને આધારે સુધારો કરવાનો રહે છે.
આ પણ વાંચો:Ahmedabad: પોલીસે આયુર્વેદિક દવા આપવાના નામે ડોલર પડાવતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપ્યું